પાલનપુરમાં ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત?
માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતક વિંડલ ચૌહાણની સુસાઈડ નોટમાં આક્ષેપ

કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા મૃતક કોન્સ્ટેબલની તાજેતરમાં સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી

કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા મૃતક કોન્સ્ટેબલની તાજેતરમાં સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલ વિંડલ ચૌહાણે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. કચ્છ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા વિંડલ ચૌહાણના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં કચ્છ પશ્ચિમના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ખોટો કેસ કરી માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઈ છે. કચ્છ પશ્ચિમના એસપી અને પીઆઈ સામે ફરિયાદ ન નોંધતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતાં પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
પાલનપુરમાં શનિવારે મોડી રાત્રે વિંડલ ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલે તેના ઘરમાં પંખે લટકી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલે સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમાં તેણે પોલીસ અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૃતક કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનું લખ્યુ છે. એસપી વિકાસ સુડા અને પીઆઈ બી.પી.ખરાડી સામે તેણે ગંભીર આક્ષેપ કર્યા છે. આ ઉપરાંત નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સામે પણ સુસાઈડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
મૃતક કોન્સ્ટેબલ કચ્છ જિલ્લામાં સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ કચ્છ પશ્ચિમના એસપી વિકાસ સુડા, પીઆઈ બી.પી.ખરાડી અને નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સામે ફરિયાદ નોંધવાની માગ કરી હતી. પાલનપુર પોલીસે માગણી મુજબની ફરિયાદ નહી નોંધતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
મૃતકના કાકા પ્રવિણ ચૌહાણ અને પિતા સુરેશ ચૌહાણે જણાવ્યુ હતું કે, એક મહિના અગાઉ વિંડલ સામે 66 બી હેઠળ ખોટો કેસ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી. ખોટો કેસ કરીને ફસાવવામાં આવ્યો હોવાથી તેને લાગી આવ્યુ હતુ. ત્યારબાદ તેની સુરત ગ્રામ્યમાં બદલી કરી દેવામાં આવી હતી. પાલનપુર આવી સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે. પાલનપુર પોલીસે સુસાઈડ નોટમાં જેની સામે આક્ષેપ છે તેવા અધિકારીઓ સામે ફરિયાદ નહી નોંધવાતા અમે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નહી થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહી સ્વીકારીએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.