રાજકોટની મની પ્લસ શરાફી મંડળી ઉઠી જતાં રોકાણકારોના 11 કરોડ ડૂબ્યા
મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે પોલીસમાં ફરિયાદ

મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે પોલીસમાં ફરિયાદ

મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે પોલીસમાં ફરિયાદ
રાજકોટની સહકારી મંડળી મની પ્લસ શરાફી મંડળી ઉઠી જતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મની પ્લસે રોકાણકારોના 11 કરોડ ઉપરાંતની રકમનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે. સમગ્ર કૌંભાડ મની પ્લસના પ્રમુખ અલ્પેશ દોંગાએ આચર્યું હોવાનો આરોપ લગાવાયા છે. રોકાણકાર રશ્મિન ચુનીલાલ પરમાર અને તેના સગા સંબંધીએ પાસેથી આરોપીએ એફડી કરાવીને પાકતી મુદતે રકમ ના આપી કૌભાડ આચર્યું હોવાનો આરોપ પોલીસ સમક્ષ લગાવાતા પોલીસે અલ્પેશ દોંગા સામે રાજકોટ તાલુકા પાસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
મળેલી માહિતી મુજબ મની પ્લસ શરાફી મંડળીના સંચાલકો લોકોને 1 ટકા વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવતા હતા અને લાલચમાં આવી ગયેલા લોકોએ પોતાની મૂડી મંડળીમાં જમા કરાવી હતી. મંડળીના સંચાલકો મંડળીના પાટીયા પાડીને ગુમ થઇ જતાં રોકાણકારોના જીવ તાળીયે ચોંટી ગયા હતા અને ગભરાટ ફેલાઇ ગયો હતો. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.