પોલીસે લાશનો પણ મલાજો ના જાળવ્યો અને સગા પર તૂટી પડી...
ન્યાયની માંગ કરવા આવેલા પરિવારજનોને તેના બદલામાં પોલીસનો માર સહન કરવો પડ્યો

ન્યાયની માંગ કરવા આવેલા પરિવારજનોને તેના બદલામાં પોલીસનો માર સહન કરવો પડ્યો હતો

ન્યાયની માંગ કરવા આવેલા પરિવારજનોને તેના બદલામાં પોલીસનો માર સહન કરવો પડ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પોલીસના અમાનવીય વર્તનના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, હોસ્પિટલમાં યોગ્ય સમયે ડોક્ટર હાજર ન હોવાથી એક દર્દીનું મૃત્યુ થયું હતું. ઘટનાથી ઉશ્કેરાઇ ગયેલા મૃતકના સગાએ હોસ્પિટલ પ્રશાસન સામે ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ ફરિયાદ અને ન્યાયની માંગ કરવા આવેલા પરિવારજનોને તેના બદલામાં પોલીસનો માર સહન કરવો પડ્યો હતો
આ ઘટનાના વાયરલ વિડીઓમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે પાટડી પોલીસ સ્ટેશનના પીઆઇ, એએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા મૃતકના સગા ને લાફા મારીને માર મારવામાં આવ્યો હતો. એક પોલીસવાળો તો મૃતકના સગા પર રીતસર લાફા મારવા માટે તૂટી પડ્યો હતો. સોશિયલ મિડિયામાં ઘટના સામે ભારે નારાજગી જોવા મળી રહી છે અને લોકો પોલીસના આ કરતૂતને ક્રૂરતા ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો--- Narmada : કરજણ ડેમ પર બેદરકારીનો બેવડો વાર - તંત્ર અને લોકો બંને જવાબદાર?
દર્દીનું મૃતદેહ હજુ ત્યાંજ પડ્યો હતો અને તે સમયે જ પોલીસ કર્મચારીઓએ તેના મૃતકના માર માર્યો હતો. આવા સંજોગોમાં સ્વાભાવિક છે કે જ્યારે પોતાના સ્વજનનું મોત થયું હોય અને ડોક્ટરના અભાવે મોત થયું હોય ત્યારે તેના સ્વજન ઉશ્કેરાયેલા હોય અને તે કંઇ પણ બોલે તેને ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ સમજ રાખીને શાંત રહેવાની જરુર હતી અને મૃતકના સગાએ કોઇ હુમલો પણ કર્યો ન હતો. તેણે ખાલી પીઆઇનો હાથ પકડ્યો તેટલામાં તો અન્ય પોલીસવાળા તેના પર તૂટી પડ્યા હતા. આ ઘટના મૃતકના પરિવારજનોની હાજરીમાં બની હતી, જેને લીધે લોકોમાં ભય અને રોષનું માહોલ જોવા મળ્યો.
વીડિયો જોવા ક્લીક કરો---https://www.instagram.com/p/DKblfHhhuWt/
સ્થાનિક લોકો દ્વારા આ મામલાની તાત્કાલિક તપાસની માંગ ઉઠાવવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું અપીલ કરવામાં આવી છે. મૃત્યુનો મલાજો ના રાખનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.