પાઈલોટ પતિનું પત્ની સાથે રાક્ષસી કૃત્ય; પોર્ન વીડિયો દેખાડી પત્ની સાથે વિકૃત હરકતોનો આનંદ માણતો
પત્ની પિયરમાં વાત ન કરે તે માટે જાસૂસી માટે બે ઓડિયો રેકોર્ડર છુપાવ્યા હતા.

પત્ની પિયરમાં વાત ન કરે તે માટે જાસૂસી માટે બે ઓડિયો રેકોર્ડર છુપાવ્યા હતા.

પત્ની પિયરમાં વાત ન કરે તે માટે જાસૂસી માટે બે ઓડિયો રેકોર્ડર છુપાવ્યા હતા.
અમદાવાદના જગતપુરની પરિણીતા કતાર રહેવા ગઇ હતી. ત્યાં પતિ પોર્ન વીડિયો જોવાનું કહેતો પત્ની સાથે વિકૃત હરકતો કરતો હતો. તેમજ પત્ની પિયરમાં વાત ન કરે તે માટે જાસૂસી માટે બે ઓડિયો રેકોર્ડર છુપાવ્યા હતા. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાત સાસરિયાઓ સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિકૃત પાઈલોટે પોતાની પત્ની સાથે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. તેમના આ કામમાં સાસુ અને સસરાએ પણ સાથ આપ્યો હતો. પતિએ પત્ની પિયરમાં વાત ન કરે તે માટે જાસૂસી માટે બે ઓડિયો રેકોર્ડર પણ છુપાવ્યા હતા. જેથી કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, સસરા, નણંદ, નણંદોઈ સહિત સાત સાસરિયાઓ સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં એક 34 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2023માં સમાજની વેબસાઇટ દ્વારા જૂનાગઢના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેમાં યુવક પાઇલોટની નોકરી કરે છે. પરંતુ હજું પરિણીતાની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો, ત્યાં લગ્નના ચાર જ દિવસ બાદ પતિએ પત્નીને અપમાનિત કરવાનું શરૂ કરી દીધું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.