વાલીએ શિક્ષકને છરી મારી, LC પછી લઈ જવાનું કહેતા વાલી ઉશ્કેરાયો
લિવિંગ સર્ટિફિકેટ શુક્રવારે લઈ જવાનું કહેતા, વાલી ઉશ્કેરાઈ ગયા અને શિક્ષકને લાફો અને માથામાં છરી ઝીંકી દીધી.

LC બાબતે વાલીએ છરીના ઘા ઝીંક્યા

LC બાબતે વાલીએ છરીના ઘા ઝીંક્યા
અમદાવાદમાં એક સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ લેવાની બાબતે ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા આવેલા વાલી ઉશ્કેરણીમાં મૂકાયો હતો.
શાળાના શિક્ષકે શુક્રવારે એલસી લેવા આવવાનું કહ્યું જેથી વાલીએ ઉશ્કેરાઈને પહેલા શિક્ષકને લાફો મારી દીધો અને ત્યારબાદ શિક્ષકના માથે છરી મારી દીધી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. આ અંગે શિક્ષકે વાલી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં શનિવારે(28 જૂન) હાજી મુસ્તાક અહેમદ તેમની ધોરણ 6માં અભ્યાસ કરતી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલમાં ગયા હતા. જ્યાં તેઓ સૌપ્રથમ સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલને મળીને તેઓ બહાર ક્લાર્ક કમ શિક્ષક શબ્બીર શેખને મળ્યા હતા. શબ્બીર શેખને LC માટેની વાતચીત કરી હતી. ત્યારે શબ્બીરભાઈએ તેમને જણાવ્યું કે શુક્રવારે તમે એલસી લેવા માટે આવજો. ત્યારે હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો અને કહ્યું કે પ્રિન્સિપાલે મને સોમવારે સર્ટિફિકેટ આપવા માટે કહ્યું છે તું કેમ મને શુક્રવારનું કહે છે.
ઉશ્કેરાઈ ગયેલા હાજી મુસ્તાકે શિક્ષક શબ્બીર શેખને લાફો મારી દીધો, જે બાદ શબ્બીરભાઈ ઊભા થયા ત્યારે હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને શિક્ષકના માથાના ભાગે છરી મારી દીધી હતી. આ દરમિયાન સ્કૂલનો સ્ટાફ ભેગા થતા બંનેને છોડાવ્યા હતા. શબ્બીર શેખને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથાના ભાગે ઈજા થતાં 7 ટાંકા આવ્યા છે. આ અંગે શબ્બીર શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. રખિયાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.