મહિલા ગર્ભપાત કરાવવા હોસ્પિટલમાં ગઇ ત્યારે ભાંડો ફૂટ્યો કે.....
મહિલા ગર્ભપાત માટે શારદાબેન હોસ્પિટલમાં ગઈ હતી

મહિલા ગર્ભપાત માટે શારદાબેન હોસ્પિટલમાં ગઈ હતી

મહિલા ગર્ભપાત માટે શારદાબેન હોસ્પિટલમાં ગઈ હતી
અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જાણીતી શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત માટે આવેલી એક મહિલા પાસે પુરાવો માંગવામાં આવતા તેણે પાસપોર્ટ આપ્યો હતો જેમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ મહિલા પાકિસ્તાની નાગરિક છે અને ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહી છે.
આ મહિલા ગર્ભપાત માટે શારદાબેન હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં ઓળખ પુરાવા તરીકે પાસપોર્ટ રજૂ કર્યો. હોસ્પિટલમાં ગર્ભપાત માટે આધાર કાર્ડ કે અન્ય સ્થાનિક ઓળખનો પુરાવો આપવાની પરંપરા છે, પરંતુ મહિલાએ પાસપોર્ટ આપ્યો ત્યારે સ્ટાફને શંકા ગઈ. તપાસમાં સામે આવ્યું કે મહિલા પાકિસ્તાનની નાગરિક છે અને તેમના વિઝાની મુદત માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ ગઈ છે. જો કે ત્યાર બાદ તેનું પરિવાર વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં રહી રહ્યું છે.
હૉસ્પિટલ પ્રશાસને તરત આ માહિતી પોલીસને આપી હતી. હાલ મહિલાને સામાન્ય એડમિશન રૂમને બદલે અલગ ANC વોર્ડમાં રાખવામાં આવી છે. પોલીસે મહિલાની સાથે તેના પરિવારજનોની પણ પૂછપરછ શરૂ કરી છે. મહિલાનું કહેવું છે કે તેનો આખો પરિવાર અમદાવાદમાં રહે છે.
આ ઘટનાથી સલામતી અને પ્રવાસી નીતિ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિઝાની અવધી પૂરી થયા બાદ પણ આવા લોકો કેવી રીતે દેશમાં રહી શકે છે એ ગંભીર મુદ્દો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને શક્યતા છે કે આગળ વધીને આ કિસ્સામાં વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય પણ જોડાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.