નિક્કી હત્યા કેસ: દહેજ માટે જીવતી સળગાવી
નોઇડામાં દહેજ માટે પત્નીને સળગાવી દેનાર પતિ વિપિનનું એન્કાઉન્ટર..
નિક્કી હત્યા કેસ
નિક્કી હત્યા કેસ
દહેજ માટે પત્નીને સળગાવી દેવાના આરોપમાં મુખ્ય આરોપી વિપિનનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું છે. તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને પગમાં ગોળી વાગી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે મૃતક નિક્કીના પિતાએ આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી.
ઘટનાની વિગતો:
ગ્રેટર નોઈડાના સિરસા ગામમાં દહેજના નામે ત્રાસ આપતા યુવકે તેની પત્નીને જીવતી સળગાવી હતી. સમગ્ર ઘટનાના CCTV વાઈરલ થયા છે. આ ભયાનક ઘટનામાં વિપિન પર તેની પત્ની નિક્કીને દહેજની માંગને કારણે સળગાવી દેવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે આરોપીને તે બોટલ જ્યાંથી ખરીદી હતી તે મેળવવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન વિપિને પોલીસ પાસેથી પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેને રોકવા માટે ગોળી ચલાવી જે તેના પગમાં વાગી. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
મૃતક નિક્કીની બહેન કાંચને પોલીસને જણાવ્યું કે વિપિન અને તેના પરિવારના સભ્યો નિક્કીને છેલ્લા ઘણા સમયથી દહેજ માટે હેરાન કરતા હતા. લગ્નમાં કાર અને અન્ય કિંમતી વસ્તુઓ આપી હોવા છતાં, તેઓ ₹36 લાખની માંગણી કરતા હતા. ઘટનાના વીડિયો પણ રેકોર્ડ કર્યા છે, જેમાં નિક્કીને ઢસડીને માર મારવામાં આવી રહી છે. નિક્કીના છ વર્ષના દીકરાએ પણ આ ઘટનાને પોતાની આંખે જોઈ હતી.
પોલીસે નિક્કીના પતિ વિપિનની ધરપકડ કરી લીધી છે. જ્યારે તેના સાસુ-સસરા અને દિયર ફરાર છે, જેમની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો કાર્યરત છે. નિક્કીના પિતાએ પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે અને અન્ય આરોપીઓને પણ વહેલી તકે પકડવાની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર દહેજ પ્રથાના દૂષણ અને મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.