DEESA BLAST : ડીસાના એક સ્થાનિક નેતાની શું પોલીસ પૂછપરછ કરશે ?
સરકારી તંત્રની ઘોર બેદરકારીનો લાભ ઉઠાવી ખૂબચંદ મોતનો સામાન બનાવતો હતો

સરકારી તંત્રની ઘોર બેદરકારીનો લાભ ઉઠાવી ખૂબચંદ મોતનો સામાન બનાવતો હતો

સરકારી તંત્રની ઘોર બેદરકારીનો લાભ ઉઠાવી ખૂબચંદ મોતનો સામાન બનાવતો હતો
રાજ્ય સરકારે ડીસા બ્લાસ્ટમાં 21 લોકોના મોત બાદ દરેક દૂર્ઘટનાની જેમ જ આ દૂર્ઘટના પછી પણ ખાસ તપાસ દળની રચના કરી છે. સરકારે IAS ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આ SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિટીમાં વિશાલકુમાર વાઘેલા (નાયબ પોલીસ મહાનિરીક્ષક), એચ. પી. સંઘવી (ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર), જે.એ. ગાંધી (ચીફ એન્જિનિયર) ને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ જે તપાસ થઇ રહી છે તેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દિવાળીના તહેવારોમાં જ્યારે પોલીસે ખુબચંદ સિંધીને ત્યાં તપાસ શરુ કરી ત્યારે ડીસાના એક નેતાએ જ પોલીસને ફોન કરીને તપાસ અટકાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ ખૂબચંદ સિંધીએ એક વિસ્તારમાં નિયમ વિરુદ્ધ ત્રણ લાઈસન્સ મેળવીને 200 મીટરમાં જ પોતાના ત્રણ ગોડાઉન રાખ્યા હોવાનો પર્દાફાશ થયો છે.
ડીસા બ્લાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખૂબચંદે 1100 કિલો ફટાકડા રાખવા પોતાના નામે એક તથા પુત્રના નામે 2 લાઈસન્સ લીધા હોવાનો પર્દાફાશ થયો છે. વાસ્તવમાં નિયમ મુજબ એક લાયસન્સના ગોડાઉનથી બીજા લાઇસન્સના ગોડાઉન વચ્ચે 600 ફૂટ નું અંતર હોવું જોઈએ પણ આ નિયમનું પણ પાલન થયું ન હતું. એક જ જગ્યાએ ત્રણ લાયસન્સ ન મળે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરતું રહ્યું હતું. ગોડાઉન માટેના નિયમો મુજબ પ્રત્યેક ગોડાઉનથી બીજો ગોડાઉન 600 ફૂટ દૂરના અંતરમાં હોવું જોઈએ જેની સામે દિપક ટ્રેડર્સ એક જ ફેક્ટરીમાં લગોલગ બિલકુલ બાજુમાં અડીને આવેલાં હતા. બલાસ્ટ અને આગની ઘટના બની ત્યારે ફેકટરીમાં 30 હજાર કિલોથી વધુ દારૂગોળો પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. વધુ અવાજ આવે તે માટે બોમ્બના ઠાંસી ઠાંસીને ને દારૂગોળો ભરવામાં આવતો હતો.
ઉપરાંત તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પ્રાંત અધિકારી નેહા પંચાલે 20 દિવસ સુધી ફાઇલ પર કોઇ નિર્ણય કર્યો ન હતો. દિવાળીના તહેવારોમાં પોલીસે તપાસ શરુ કરી હતી પણ એક ડીસાના એક સ્થાનિક નેતાએ પોલીસ અધિકારીઓને ફોન કરીને તપાસ અટકાવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસે 25 ફેબ્રુઆરીએ ગોડાઉનની વિઝીટ કરી હતી અને ફાયર એનઓસી ના હોવાથી રિન્યુઅલ ના કરવા મામલતદારને ભલામણ કરી હતી પણ મામલતદારે સર્કલ ઓફિસર દ્વારા વિઝીટ કરાવ્યા પછી પણ કોઇ કાર્યવાહી કરી ન હતી. જ્યારે પોલીસ અધિકારીઓએ ગોડાઉનની વિઝીટ કરી ત્યારે ગોડાઉન ખાલી હતું અને જાણે દારુગોળો ગાયબ કરી દેવાયો હતો. ખૂબચંદ અને તેના પુત્રએ પોલીસની વિઝીટના 17 દિવસ માટે ગોડાઉન જાણે ખાલી રાખ્યું હતું અને પછી દારુગોળો ઘુસાડી દેવાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.