સ્કૂલમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ બનાવટનો ભાંડો ફૂટ્યો
ક્લાસરૂમમાં પુસ્તકો સાથે ડ્રગ્સ પેકેટ મળી આવ્યા, બાળકોની સુરક્ષાને લઈને ચિંતાઓ વચ્ચે તપાસ
હૈદરાબાદમાં ક્લાસરૂમમાં પુસ્તકો સાથે ડ્રગ્સ મળી આવ્યા
હૈદરાબાદમાં ક્લાસરૂમમાં પુસ્તકો સાથે ડ્રગ્સ મળી આવ્યા
એક ચોંકાવનારી ઘટનામાં હૈદરાબાદના બોવેનપલ્લી વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના પરિસરમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પોલીસના એલિટ એક્શન ગ્રુપ ફોર ડ્રગ લો એન્ફોર્સમેન્ટ (EAGLE) દ્વારા કરવામાં આવેલા દરોડામાં આ ગેરકાયદેસર યુનિટ ઝડપાયું છે, જ્યાં Alprazolam નામનું નાર્કોટિક્સ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનું ડ્રગ્સ, રોકડ અને ઉત્પાદન માટેના સાધનો જપ્ત કર્યા છે.
શાળાના સંચાલક જ હતા રેકેટના માસ્ટરમાઈન્ડ
આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો મુખ્ય સૂત્રધાર મેલાલા જયSપ્રકાશ ગૌડ છે, જે પોતે મેધા સ્કૂલનો માલિક છે. પોલીસના જણાવ્યા અનુસાર, જયપ્રકાશ ગૌડ એક વર્ષ પહેલાં ગુરુવરેડ્ડી નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેણે તેને Alprazolam બનાવવાની ફોર્મ્યુલા અને પ્રક્રિયા પૂરી પાડી હતી. વધુ પૈસા કમાવાની લાલચમાં, જયપ્રકાશે શાળાના પાછળના ભાગમાં જ એક ગુપ્ત ડ્રગ્સ યુનિટ સ્થાપ્યું અને ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કર્યું. તે આ ડ્રગ્સને નજીકના મહેબૂબનગર જિલ્લાના બૂથપુર અને અન્ય ગામોમાં વેચતો હતો.
શાળાના ક્લાસરૂમ્સમાંથી ડ્રગ્સ અને રોકડ મળી
પોલીસના દરોડા દરમિયાન, શાળાના પરિસરમાંથી 3.5 કિલો તૈયાર Alprazolam, 4.3 કિલો અર્ધ-તૈયાર ડ્રગ્સ, કાચો માલ, ઉત્પાદન માટેના મશીનો અને 21 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. દરોડાના દૃશ્યોમાં ક્લાસરૂમ્સમાં પુસ્તકોની સાથે ડ્રગ્સના પેકેટ પણ જોવા મળ્યા હતા, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આરોપી જયપ્રકાશ ગૌડ દિવસ દરમિયાન ડ્રગ્સનું ઉત્પાદન કરતો અને સાંજે શંકા ટાળવા માટે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો.
#Hyderabad : શાળામાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ !
— Benefit News 24 (@BenefitNews24) September 14, 2025
બોવેનપલ્લીની મેધા હાઈસ્કૂલમાં ALPRAZOLAM નામનું નાર્કોટિક્સ ડ્રગ્સ બનાવવામાં આવતું,
પોલીસે 3.5 કિલો ALPRAZOLAM, 4.3 કિલો સેમી-ફિનિશ્ડ ડ્રગ્સ અને ₹21 લાખ રોકડા જપ્ત કર્યા,
આરોપી મલેલા જયપ્રકાશ ગૌડ દિવસ દરમિયાન શાળામાં ડ્રગ્સ… pic.twitter.com/veuLmOS9jQ
આ ઘટનાએ શાળાઓમાં બાળકોની સુરક્ષા અને કાયદાકીય પાલન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી કરી રહી છે. આ પ્રકારની ગંભીર ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?