વલસાડમાં સગીરા પર દુષ્કર્મ: પાડોશી યુવાનની ધરપકડ
ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવનાર શખ્સને પોલીસે જેલભેગો કર્યો

ઉમરગામ દુષ્કર્મ કેસ

ઉમરગામ દુષ્કર્મ કેસ
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 18 વર્ષીય યુવાને પોતાની પાડોશમાં રહેતી 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી સાત મહિના સુધી શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
હોસ્પિટલની તપાસમાં ભાંડો ફૂટ્યો :
ઘટનાની વિગતો મુજબ, ઉમરગામમાં રહેતા એક શ્રમિક પરિવારની સગીર દીકરીની તબિયત અચાનક બગડી હતી. માતા-પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારની પૂછપરછમાં સગીરાએ હકીકત જણાવી હતી કે પાડોશમાં રહેતા રોહિત સંતોષ યાદવે તેને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધ્યો હતો અને છેલ્લા સાત મહિનાથી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો.
પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપ્યો :
આ મામલે સગીરાના પરિવારે તાત્કાલિક ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને આરોપી રોહિત યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પૉક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા પીડિતાની તબીબી તપાસ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!