કારચાલકે 108 એમ્બ્યુલન્સને સાઈડ ન આપતા મેડિકલ ઇમરજન્સી વિલંબમાં
BRTS રૂટ પર ગેરકાયદે ડ્રાઈવિંગ કરનાર કારચાલક ઝડપાયોઃ દર્દીનો જીવ જોખમમાં મૂક્યો હતો

કારમાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ ચાલતી હોવાથી 108 એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી પડી

કારમાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ ચાલતી હોવાથી 108 એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી પડી
સુરતમાં શનિવારે (17 મે) 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની આગળ BRTS રૂટમાં કાર ચલાવનારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મેડિકલ ઈમર્જન્સી હોવા છતાં એમ્બ્યુલન્સને સાઈડ ન આપતાં દર્દીનો જીવ જોખમમાં મૂકાયો હતો. આ મામલે સુરત ટ્રાફિક પોલીસે મોઈનુદ્દીન અલ્તાફ ચાંદીવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારમાં બાળકે મ્યુઝિક સિસ્ટમ મોટા અવાજે ચાલુ કરી હોવાથી એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ નહી હોવાનો કારચાલકે બચાવ કર્યો છે.
સુરતના ભેસ્તાનથી ઉન તરફ જવાના BRTS રૂટમાં ગેરકાયદે કાર ચલાવી એક કારચાલકે દર્દીનો જીવ જોખમમાં મૂક્યો હતો. BRTS રૂટમાં જઈ રહેલી કાર પાછળ 108 એમ્બ્યુલન્સના પાયલોટ દ્વારા સાયરન વગાડવા છતાં સાઈડ આપી નહોતી. તેથી 108 એમ્બ્યુલન્સના પાયલોટે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં ટ્રાફિક પોલીસે કારચાલકની તપાસ શરૂ કરી હતી. વાયરલ વીડિયોમાં રહેલી કાર બીબીની વાડી રાણી તળાવ પાસેના મોઈનુદ્દીન અલ્તાફ ચાંદીવાલાની હોવાનું જણાતા ઘેર જઈ તપાસ કરીને કારચાલકને પકડી લીધો હતો.
સુરત ટ્રાફિક વિભાગના PSI એસ.એફ.ગોસ્વામીએ જણાવ્યું કે, શનિવારે એમ્બ્યુલન્સની આગળ જે કાર ચલાવવાનો વીડિયો વાયરલ થયો હતો. તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ કાર બીબીની વાડી રાણી તળાવ ખાતે રહેતા મોઈનુદ્દીન મહંમદ ચાંદીવાલાની હોવાનું ધ્યાને આવ્યું હતું. તેથી પોલીસે ઘરે જઈ તપાસ કરતા નંબર અને કારની ઓળખ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ જણાવ્યું કે, કારમાં તેના બાળકે મ્યુઝિક સિસ્ટમ ઉંચા અવાજે શરૂ કરી હોવાથી એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ નહોતી. ટ્રાફિક પોલીસે નિયમના ભંગ બદલ કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત 108 એમ્બ્યુલન્સના મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું કે, હરીનગરથી એમ્બ્યુલન્સ નીકળી હતી. 16 મે ની રાત્રે 9: 54 મિનિટનો મેડિકલ ઈમરજન્સીનો કોલ આવ્યો હતો. જેમાં કોલ પર જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ બેભાન અવસ્થામાં છે. તેથી 108 એમ્બ્યુલન્સ ઝડપથી લોકેશન ઉપર પહોંચવા માટે હરીનગરથી 13 કિલોમીટર દૂર લોકેશન પર નીકળી હતી. સામાન્ય રીતે એમ્બ્યુલન્સને અંતર કાપવા 17થી 18 મિનિટ જેટલો સમય લાગે છે. એમ્બ્યુલન્સની આગળ BRTS રૂટમાં કારચાલકે સાઈડ ન આપતાં 26 મિનિટ કરતાં વધારે સમય લાગ્યો હતો. લોકેશન પર પહોંચવામાં એમ્બ્યુલન્સને 10 મિનિટ વધુ સમય લાગ્યો હતો.
ત્યારે BRTS રૂટમાં ખાનગી વાહન ચલાવવું ગેરકાયદે છે. ઈમરજન્સી વાહન એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર કે પોલીસ વાન માટે તરત સાઈડ આપવી નાગરિક જવાબદારી છે. "મ્યુઝિક ચાલુ હતું" જેવું કારણ અક્ષમ્ય છે. ઇમરજન્સી અવાજને અવગણવું દર્દીના જીવને જોખમમાં મૂકી શકે છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને સામાજિક જાગૃતિ લાવવી અનિવાર્ય છે. કારણ કે 10 મિનિટ મોડા પડવાથી કોઈના જીવ પર અસર થાય તો તેની જવાબદારી માત્ર અધિકારીઓની નહીં પરંતુ દરેક નાગરિકની પણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.