ચંડોળા તળાવનો બાંગ્લાદેશીઓનો મસીહા લલ્લા બિહારી ઝડપાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લાને રાજસ્થાનથી ઝડપી લીધો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લાને રાજસ્થાનથી ઝડપી લીધો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લાને રાજસ્થાનથી ઝડપી લીધો
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને વસાવનારો લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે. અમદાવાદ પોલીસે જ્યારે ચંડોળા તળાવ વિસ્તારમાં ઉભી થઇ ગયેલી વસાહતો તોડવાની કાર્યવાહી શરુ કરી ત્યારે લલ્લા બિહારી પોલીસથી બચવા ભાગી ગયો હતો.
પોલીસને જાણવા મળ્યું હતું કે લલ્લા બિહારી કોઇ પ્રસંગમાં હાજરી આપવા માટે રાજસ્થાન તરફ ભાગ્યો છે જેથી પોલીસે તપાસ કરી હતી પણ તેનું પગેરું મળતું ન હતું છતાં પોલીસે બાતમીદારો સક્રિય કરીને લલ્લા બિહારીને શોધવાની કામગિરી ચાલુ રાખી હતી. જો કે હવે લલ્લા બિહારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી જ ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને લઇને રાજસ્થાનથી અમદાવાદ આવવા રવાના થઇ ગઇ છે
લલ્લા બિહારીને પકડવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું અને આ અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલાં જ લલ્લા બિહારીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ઉલ્લેખનિય છે કે લલ્લા બિહારીનો પુત્ર ફતેહ પોલીસના હાથે અગાઉ ઝડપાયો હતો અને પોલીસે તેના 6 દિવસના રિમાન્ડ લીધેલા છે.
પોલીસ તપાસમાં જણાયુ કે માત્ર લલ્લા બિહારી જ નહીં, પરંતુ સ્થાનિક, કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા. આ દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં એની પણ તપાસ થઈ શકે છે. લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ઝુંપડાઓ બનાવી આપીને વસાવતો હતો
પુત્ર ફતેહ મોહંમદની પૂછપરછમાં પોલીસને લલ્લાના 5 ઘરનાં સરનામાં મળ્યાં હતાં. લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેનાં પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા હતા જે જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી.
આ પણ વાંચો--- VADODARA : મુખ્યમંત્રી સામે 2 મહિલાની રજૂઆત, સીએમએ કહ્યું તમે કોઇ એજન્ડાથી આવ્યા છો
સમાચાર મેળવવા આજે જ અમારી WAHTSAPP ચેનલ સાથે જોડાવ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.