લલ્લા બિહારી ચંડોળા તળાવ વિસ્તારનો કિંગ બન્યો પણ પ્રશાસનને ખબર જ ના પડી...?
લલ્લા બિહારીએ ગેરકાયદેસર ધંધાનું રીતસર બજાર ઉભુ કર્યું હતું

લલ્લા બિહારીએ ગેરકાયદેસર ધંધાનું રીતસર બજાર ઉભુ કર્યું હતું

લલ્લા બિહારીએ ગેરકાયદેસર ધંધાનું રીતસર બજાર ઉભુ કર્યું હતું
આટલા વર્ષોથી ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારીએ ગેરકાયદેસર ધંધાનું રીતસર બજાર ઉભુ કર્યું હતું પણ નવાઇની વાત એ છે કે સ્થાનિક પોલીસને ખબર ન હતી. પોલીસને લલ્લા બિહારીના કારનામાની જાણ ન હતી કે પછી આંખ આડા કાન કરાતા હતા તેની પણ હવે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જરુરી છે. લલ્લા બિહારીએ આટલુ મોટુ સામ્રાજ્ય કેવી રીતે ઉભુ કર્યું તે તપાસનો વિષય છે. પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી છે. તે બાંગ્લાદેશી મહિલાઓનો દેહવ્યાપાર કરાવતો હોવાની પણ ચોંકાવનારી માહિતી પોલીસને મળી છે
લલ્લા બિહારીએ ચંડોળા તળાવ વિસ્તારમાં વર્ષોથી એક હથ્થુ શાસન જમાવ્યું હતું. તેણે ગેરકાયદેસર પાર્ટી પ્લોટ, ગેરકાયદેસર પાર્કીંગ તો ઉભુ કર્યું હતું પણ આ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને તે આશ્રયસ્થાન પણ પુરુ પાડતો હતો અને તેમના આધાર પુરાવા પણ બનાવી આપ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસની મીલીભગતથી આ શક્ય જ નથી. ચંડોળા તળાવની આસપાસ વર્ષોથી ગેરકાયદેસર વસાહતો ઉભી થઇ ગઇ હતી અને તેના લલ્લા બિહારીની મોટી ભૂમિકા હોવાનું પોલીસ જણાવી રહી છે. લલ્લા બિહારીએ એક ગેરકાયદેસર પાર્ટી પ્લોટ ઉભુ કર્યો હતો અને મનાઇ રહ્યું છે કે તે એક દિવસનું આ પાર્ટી પ્લોટનું ભાડુ 25 હજાર લેતો હતો. ઉપરાંત તેણે એક ગેરકાયદેસર પાર્કીંગ પણ બનાવ્યું હતું જ્યાં તે રીક્ષાના પાર્કીંગ પેટે 20 રુપિયા તથા કારના પાર્કીંગ માટે 200 રુપિયા ઉઘરાવતો હતો. સરકારી જમીનમાં જ દબાણો કરીને તે રોજ લાખો રુપિયાનો ધંધો કરતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોંકાવનારી માહિતી તો એ છે કે તે ફાયનાન્સ કંપનીઓ જે વાહનો સીઝ કરતી હતી તે વાહનો પણ આ પાર્કીંગમાં પાર્ક કરાતા હતા અને તેમાંથી પણ તે મોટી કમાણી કરતો હતો.
લલ્લા બિહારી આ વિસ્તારનો નામચીન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તે ચંડોળા તળાવમાં ઝુંપડા અને કાચા મકાનો પણ પ્રોવાઇડ કરતો અને તેમાં લાઇટ અને પાણી પર પુરુ પાડતો અને તે પેટે પણ તે પૈસા ઉઘરાવતો હતો. બાંગ્લાદેશીઓને તે આ રીતે જ અહીં સાચવતો હતો. પાકા મકાનના અઢીથી ત્રણ લાખ તે પડાવતો અને કાચા ઝુંપડાના 50 હજારની આસપાસની રકમ તે ઉઘરાવતો હતો. . લલ્લા બિહારીના ઘરે તપાસમાં 40 જેટલા ભાડા કરારની મળી કોપી મળી આવી છે. આસપાસની જગ્યાનો ગેરકાયદે કબજો મેળવી ભાડા વસૂલીનો લલ્લા બિહારી ધંધો કરતો હતો. ઝૂંપડાવાસીઓ પાસેથી 1 હજાર, 1500 અને 5 હજાર સુધીનું ભાડું કહો કે પ્રોટેક્શન મની તે વસુલતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સ્થાનિકોમાં લલ્લા બિહારીનો દબદબો હતો. તે પોતાની સાથે 100-200 માણસો રાખતો હતો. તે સંપુર્ણ રાજાશાહી ઠાઠમાઠ સાથે નિકળતો હતો. તેણે તે વિસ્તારમાં પોતાની આર્મી બનાવેલી હતી. જે વિસ્તારમાં બનતી દરેક ઘટનાની માહિતી તેના સુધી પહોંચાડતી હતી.
આ પણ વાંચો--- અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આતંકી કનેક્શન
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.