₹5.72 કરોડના 'તરતા સોના' સાથે ખેડૂતની ધરપકડ!
ભાવનગરનો ખેડૂત એમ્બરગ્રીસનો ટુકડો સુરતમાં વેચાણ કરવા આવ્યો ઝડપાઈ ગયો
આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સાથે સંકળાયેલો હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને આશંકા
આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સાથે સંકળાયેલો હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને આશંકા
સુરતમાં રૂપિયા 5.72 કરોડની કિંમતના 5.72 કિલોગ્રામ 'એમ્બરગ્રીસ' સાથે ભાવનગરના ખેડૂતને એસઓજીએ ઝડપી પાડ્યો છે. સ્પર્મ વ્હેલ માછલીની ઊલટીમાંથી મળતા 'એમ્બરગ્રીસ' પદાર્થને 'ફ્લોટિંગ ગોલ્ડ' એટલે કે તરતું સોનું પણ કહેવામાં આવે છે. વિપુલ બાંભણિયા નામના ખેડૂતને આ પદાર્થ ભાવનગરના હાથબ ગામ નજીકના દરિયાકિનારેથી મળ્યો હતો. આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાયેલો હોવાની શંકાના આધારે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે. ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ 'એમ્બરગ્રીસ'નો વેપાર પ્રતિબંધિત છે. તેથી આ કેસની તપાસ વન વિભાગને સોંપવામાં આવી છે.
સુરત SOGએ વરાછા હીરાબાગ સર્કલ પરથી એમ્બરગ્રીસ સ્મગલિંગ કેસના આરોપી વિપુલ ભૂપતભાઈ બાંભણિયાને ઝઢપી લીધા છે. ભાવનગરના સામાન્ય ખેડૂત તરીકે ઓળખાતા શખ્સ પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું 'દરિયાનું તરતું સોનું' એટલે કે સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી ક્યાંથી મળી છે. જે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ બાંભણિયાએ પોતાનો વ્યવસાય મજૂરી અને ખેતી હોવાનું જણાવ્યું છે. પરંતુ તેની પાસેથી મળેલું 'એમ્બરગ્રીસ' દર્શાવે છે કે તે માત્ર એક સામાન્ય ખેડૂત નથી. તેના મોબાઈલ ફોનની તપાસમાં પોલીસને અનેક લોકોના સંપર્કો મળ્યા છે. કે જેઓ દુર્લભ અને પ્રતિબંધિત વસ્તુઓ ખરીદવામાં રસ ધરાવે છે. વિપુલને એન્ટિક ચીજવસ્તુઓ અંગેનું ઊંડું જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે આ કિંમતી પદાર્થને ઓળખી લીધો હતો.
વિપુલે પોલીસને જણાવ્યું કે ચાર મહિના પહેલાં તેને ભાવનગરના હાથબ ગામના દરિયાકિનારેથી એમ્બરગ્રીસનો ટુકડો મળ્યો હતો. તેને ખબર હતી કે આ પદાર્થની કિંમત ખૂબ ઊંચી છે. તેથી તેણે તેને ભાવનગરમાં વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા ન મળતાં તે સુરત પહોંચ્યો હતો. સુરતમાં કોઈ ગ્રાહકને મળે તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગયો.
પોલીસે વિપુલ પાસેથી 5.720 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.72 કરોડ આંકવામાં આવી છે. સ્પર્મ વ્હેલના પાચન તંત્રમાંથી મળતો મીણ જેવો પદાર્થ પર્ફ્યૂમમાં વપરાય છે અને એને 'ફ્લોટિંગ ગોલ્ડ' કહેવાય છે.
ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, ભારતમાં આ વેપાર 'વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972' હેઠળ પ્રતિબંધિત છે. હાલમાં વિપુલ બાંભણિયાને વધુ તપાસ માટે વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગ તેના રિમાન્ડ મેળવીને રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસને શંકા છે કે વિપુલ આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. તેની પાસેથી મળેલા સંપર્કો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે.
'તરતું સોનું' શું છે?
'એમ્બરગ્રીસ' સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતો કુદરતી મીણ જેવો પદાર્થ છે. ક્યારેક દરિયાકિનારે ધોવાઈને આવે છે અથવા દરિયામાં તરતો જોવા મળે છે. શરૂઆતમાં તેની દુર્ગંધ ખૂબ તીવ્ર હોય છે. સમય પસાર થાય તેમ મીઠી અને મોહક સુગંધ આવવા લાગે છે. તેના કારણે તેનો ઉપયોગ પર્ફ્યૂમ ઉદ્યોગમાં થાય છે. જ્યાં એ સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ વધારે છે. કરોડોની કિંમતના કારણે તેને 'ફ્લોટિંગ ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવે છે.
ઇજિપ્તમાં આજે પણ સિગારેટમાં ફ્લેવર આપવા માટે વ્હેલની ઊલટીનો ઉપયોગ થાય છે. 16મી સદીમાં બ્રિટનના રાજા ચાર્લ્સ બીજા વ્હેલની ઊલટી સાથે ઈંડાં ખાવાના શોખીન હતા. 18મી સદીમાં યુરોપમાં ટર્કિશ કોફી અને ચોકલેટનો ફ્લેવર વધારવા પણ વ્હેલની ઊલટીનો ઉપયોગ થતો હતો. બ્લેક પ્લેગ રોગચાળા દરમિયાન કેટલાક યુરોપિયન લોકોનું માનવું હતું કે વ્હેલની ઊલટીનો ટુકડો પોતાની પાસે રાખવાથી પ્લેગથી બચી શકે છે. કેટલીક સંસ્કૃતિઓમાં એવું માનવામાં આવે છે કે, વ્હેલની ઊલટીનો ઉપયોગ યોન ઉત્તેજક તરીકે પણ ઉપયોગ થઈ શકે છે.
ભૂતકાળમાં કેટલાક દેશોમાં તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા, દારૂ અને તમાકુમાં કરવામાં આવતો હતો. કેટલીક જગ્યાઓ પર તેનો ઉપયોગ પાઇપ તમાકુ અને નેચરલ સિગારેટ તમાકુમાં થાય છે. એમ્બરગ્રીસ ગ્રે, બ્રાઉન અને બ્લેક કલરનું પણ હોય છે. પરંતુ તેની માંગ ઓછી છે. કારણ કે તેમાં એમ્બ્રેન એટલે કે આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?