નોકરી કૌભાંડઃ 15 ઉમેદવારો પાસેથી 54.69 લાખ પડાવ્યા
જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં સરકારી નોકરીની લાલચે 15 ઉમેદવારો સાથે છેતરપિંડી

સરકારી નોકરીની લાલચ આપીને જૂનાગઢના 15 ઉમેદવારો સાથે ઠગાઈ કરી

સરકારી નોકરીની લાલચ આપીને જૂનાગઢના 15 ઉમેદવારો સાથે ઠગાઈ કરી
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં સરકારી નોકરી અપાવવાના બહાને મોટી છેતરપિંડીનો ખુલાસો થયો છે. 15 જેટલા શિક્ષિત બેરોજગાર યુવકો પાસેથી રૂ.54.69 લાખની રકમ ખંખેરી લેવામાં આવી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રકુમાર નટવરસિંહ ગઢવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સાથે બે સિક્યુરિટી એજન્સીઓના સંચાલકોની સંડોવણી પણ બહાર આવી છે.
મુખ્ય આરોપી અને તેના સાથીઓ ઉમેદવારોને “કાયમી સરકારી નોકરી”ની ખાતરી આપતા અને વિશ્વાસ જીતવા માટે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે ઇન્ટરવ્યુ માટે બોલાવતા હતા. ત્યાં તેઓ ઉમેદવારોને અધિકારીઓ સાથે ઓળખાણ કરાવી નોકરી પાક્કી હોવાનો વિશ્વાસ અપાવતા હતા. બાદમાં લાખો રૂપિયાની માંગણી કરીને રકમ વસૂલવામાં આવતી હતી.
ફરિયાદી સંજય દેવશીભાઈ ગોહેલે જણાવ્યું છે કે તેમને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી અપાવવાની વાત કરી રૂ.12.50 લાખની માંગણી કરી હતી. તેમણે ટૂકડે ટૂકડે રૂ.7.50 લાખ ચૂકવ્યા હતા. આ જ રીતે અન્ય 14 ઉમેદવારો પાસેથી પણ અલગ અલગ રકમ વસૂલી કુલ આંકડો રૂ.54.69 લાખ સુધી પહોંચ્યો હતો.
કેટલાક ઉમેદવારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આઉટસોર્સ બેઝ પર કામચલાઉ નોકરી પણ અપાવવામાં આવી હતી. જ્યારે કાયમી નોકરી ન મળી અને ઉમેદવારો પૈસા પરત માંગવા લાગ્યા ત્યારે આરોપીએ રૂપિયા 9.28 લાખ પરત કર્યા, પરંતુ બાકી રૂ.45.40 લાખ પરત કરવાનો ઇન્કાર કર્યો છે.
હાલ માળિયા હાટીના પોલીસે મુખ્ય આરોપી રાજેન્દ્રકુમાર ગઢવી અને બંને સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો સામે નાણાકીય છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!