DRASHYAM ફિલ્મ જોઇને પ્લાન ઘડ્યો, ગીતાએ તેનો ચણીયો પહેરાવ્યો અને....
પોલીસે ઝીણવટભરી રીતે તપાસ કરી પ્રેમી પંખીડાએ આચરેલા કૃત્યનો પર્દાફાશ કર્યો

પાટણ પોલીસે ઝીણવટભરી રીતે તપાસ કરી પ્રેમી પંખીડાએ આચરેલા કૃત્યનો પર્દાફાશ કર્યો

પાટણ પોલીસે ઝીણવટભરી રીતે તપાસ કરી પ્રેમી પંખીડાએ આચરેલા કૃત્યનો પર્દાફાશ કર્યો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામેથી અર્ધબળેલી હાલતમાં મળેલી લાશના ગુનાની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં પ્રેમી દંપતીએ આ પુરુષની હત્યા કરી હોવાનું અને દ્રષ્યમ ફિલ્મના બંને ભાગ જોઇને મહિલાની હત્યા થઇ હોવાનું દર્શાવવા માટે આ પુરુષની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
જાખોત્રા ગામની સીમમાં ગઇ કાલે રાત્રે સુતારકી તલાવડી જગ્યામાંથી એક લાશ મળી હતી જેમાં કેસરી કલરનો ચણિયો પહેરાવેલો હતો અને પગમાં ઝાંઝરી હતી જેથી આ લાશ ગુમ થયેલી એક મહિલા ગીતાબેનની હોવાનું માનીને તેમનો પરિવાર લાશને ઘેર લઇને આવ્યો હતો અને અંતિમ વિધીની તૈયારી સમયે ઘટસ્ફોટ થયો હતો કે આ લાશ મહિલાની નહીં પણ પુરુષની છે. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા લાશ હરજીભાઇ દેવાભાઇ સોલંકી (ઉ.56 રહે, પીપરાળા)ની હોવાનું બહાર આવ્યું હતું. તેમને કોઇ શખ્સે સળગાવીને તેમની હત્યા કરી હતી જેથી તેમના ભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
જે પરિવાર મહિલાની લાશ સમજીને લાશ ઘેર લાવ્યો હતો તે પરિવારના ગીતાબેન સુરેશ આહીર નામની 22 વર્ષની મહિલા રાતના સમયે ખાટલામાં પોતાના દિકરાને એકલો મુકીને ક્યાંક જતી રહી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું અને ગીતાબેનનો ચણિયો અને ઝાંઝરી અર્ધ બળેલી હાલતમાં મળેલા હરજીભાઇની લાશ પરથી મળી આવ્યા હતા જેથી પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે ગીતાબેનના ગુમ થવા બાબતે ઉંડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગીતાબેનને તેમના જ ગામના ભરત લુભાભાઇ આહિર સાથે પ્રેમ સંબંધ હતો અને તેમણે આ આધેડની હત્યા કરીને પાલનપુરથી ટ્રેન મારફતે રાજસ્થાન ભાગવાની બંને ફિરાકમાં હોવાનું બહાર આવતા પોલીસે પાલનપુર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી અને ગીતા તથા ભરતને ઝડપીલીધા હતા.
પોલીસે બંનેની પુછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે બંને છેલ્લા ત્રણ ચાર મહિનાથી પ્રેમ સંબંધમાં હતા અને હવે આગળનું જીવન સાથે ગુજારવા માગતા હતા. ગીતાએ દ્રષ્યમ ફિલ્મના 2 ભાગ જોયા હતા જેથી તેણે પ્લાન બનાવ્યો હતો કે કોઇ સ્ત્રી અથવા પુરુષની લાશ લાવી તેને ગીતાના કપડા અને દાગીના પહેરવીને સળગાવી દઇશું જેથી તેના ઘરના લોકોને લાગશે કે ગીતા મરી ગઇ છે. પ્લાન મુજબ ભરત પણ તૈયાર થઇ ગયો હતો.
પ્લાન મુજબ ભરત આહીર કોઇ વ્યક્તિની શોધખોળ માટે આસપાસના ત્રણ ચાર ગામમાં ગયો હતો પણ તેને કોઇ ખાસ કહી શકાય તેવો માણસ મળ્યો ન હતો જેથી છેલ્લે તે વૌવા ગામે જતાં એક આધેડ શખ્સ મળી આવ્યો હતો જેથી ભરતે તેને બાઇક પર બેસાડી ખેતરમાં લઇ ગયો હતો અને તેનું ગળુ દબાવતા આધેડ બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ ભરતે આધેડને રસ્સીથી બાંધી જતો હતો ત્યારે રસ્તામાં લોકો મળતા તેણે બિમાર હોવાથી દવાખાને લઇ જાઉં છું તેમ કહ્યું હતું અને ત્યારબાદ બનાવવાળી જગ્યાએ લાવીને આધેડને ત્યાં રાખ્યો હતો.
પ્લાન મુજબ રાત્રે ભરત અને ગીતા ભેગા થયા હતા અને આધેડને પકડીને ગીતાના ઘર નજીક વાડામાં લાવ્યા હતા અને બંનેએ ભેગા મળી ગીતાનો ચણીયો અને ઝાંઝરી પહેરાવ્યા હતા અને પેટ્રોલ લાવી લાશ પર નાખીને લાશને સળગાવી હતી અને લાશને સળગતી રહેવા દઇ બંને ભાગી છુટ્યા હતા અને ટ્રેન મારફતે જોધપુર જવા માટે પાલનપુર રેલવે સ્ટેશન પર આવ્યા ત્યારે પોલીસના હાથે બંને પકડાયા હતા.
મૃતક હરજીભાઇ દોસ વર્ષથી વૌવા ગામમાં રહેતા હતા અને એકલવાયુ જીવન ગાળતા હતા અને ગમે ત્યાં રોકાઇને મજૂરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.