₹804 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ, 10 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સાયબર ગઠીયાઓએ 1549 ગુનાઓને આપ્યો હતો અંજામ
600 થી વધુ બેંક એકાઉન્ટ, 540 જેટલા સીમકાર્ડ સાથે સુરતના 10 શખ્સોની કરાઈ ધરપકડ
600 થી વધુ બેંક એકાઉન્ટ, 540 જેટલા સીમકાર્ડ સાથે સુરતના 10 શખ્સોની કરાઈ ધરપકડ
ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમે ભારતમાં રૂપિયા 804 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતી ગેંગ સાથે મળી નાગરિકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ ગેંગે ફોન કોલ અને વીડિયો કોલ કરવા માટે 1550થી વધારે સીમ કાર્ડનો ઉપયોગ કરી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે 600થી વધુ બેંક એકાઉન્ટ, 540 સીમ કાર્ડ સાથે સુરતના 10 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને 5.51 કરોડ રૂપિયાની રકમ પરત અપાવ્યા છે.
સ્ટેટ સાયબર ક્રાઈમે સાયબર કૌભાંડની તપાસ કરતા દેશમાં થયેલા 804 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ દરમિયાન આરોપીઓએ 1550 જેટલા સીમ કાર્ડનો ઉપયોગ કરી દુબઈ, કંબોડિયા અને વિયેતનામમાં બેસેલાં સાયબર માફિયાઓ સાથે મળી ભારતમાં સક્રિય એજન્ટોની મદદથી છેતરપિંડી આચરી હતી.
સ્ટેટ સાયબર ક્રાઈમે આ કૌભાંડમાં 10 શખ્સોને સુરતથી ઝડપીને તેમની પાસેથી 61 મોબાઈલ, 450 ડેબિટ કાર્ડ, 700 સીમ કાર્ડ, 550 બેન્ક એકાઉન્ટ અને 16 પીઓએસ મશીન જપ્ત કર્યા છે. આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટની તપાસ કરતાં દેશમાં 1549 સાયબર ક્રાઇમના ગુના આચરી અંદાજે રૂપિયા 804 કરોડની સાયબર ઠગાઇ કરેલી છે. જે પૈકી ગુજરાતમાં 141 સાયબર ક્રાઇમ ગુનામાં રૂપિયા 17.75 કરોડની ઠગાઇ આચરેલ છે.
કેવી હતી મોડેસ ઓપરેન્ડી?
કંબોડિયા, વિયેતનામ અને દુબઈમાં બેસેલી ચાઈનીઝ ગેંગને ભારતમાં કરોડોનું કૌભાંડ આચરવા બેંક એકાઉન્ટ અને સીમકાર્ડની જરૂર રહે છે. આ માટે વિદેશમાં રહેતી ગેંગ દ્વારા ભારતમાં એજન્ટોનું મોટુ નેટવર્ક સેટઅપ કરવામાં આવ્યું છે. જેમાં છેતરપિંડીની રકમ મેળવવા માટે કમિશનનો દર નક્કી કર્યા બાદ કુલ રકમની 94 ટકા જેટલી રકમ વિદેશમાં સક્રિય ગેંગને મળતી હતી. એકાઉન્ટ હોલ્ડરને ખાતામાં જમા થતી રકમના એકથી દોઢ ટકા જેટલુ કમિશન મળતું હતું.
જ્યારે ખાતામાથી રકમ ટ્રાન્સફર કરવા માટે કામ કરતો વ્યક્તિ 4 ટકા કમિશન પોતાના પાસે રાખી નાણાં આગળ મોકલતો હતો. આ ઉપરાંત સીમકાર્ડ આપનારને કાર્ડ દીઠ 300 રૂપિયા કમિશન આપવામાં આવતું હતું. સીમકાર્ડ વિદેશ મોકલવામાં આવતા હતા.
આરોપીઓ યેનકેન પ્રકારે બેંક ખાતાઓ તેમજ સીમકાર્ડ મેળવી દુબઈ, કંબોડીયા, વિયેતનામ લઈ જઈ સાયબર સિન્ડિકેટના આરોપીઓને આપતા હતા. ભારતના લોકો સાથે જુદી-જુદી મોડસ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમના ગુના આચરી ખૂબ જ મોટા પ્રમાણમાં નાણા જમા કરાવતા. આ નાણા ચેક વિડ્રોલ, ATM વિડ્રોલ, POS મશીન, ઓનલાઇન એપ્સ તથા આંગડીયા મારફતે મેળવી દુબઈ, કંબોડીયા, વિયેતનામમાં બેઠેલા સાયબર ક્રાઇમ સિન્ડિકેટના આરોપીઓને મોકલી આપતા. હતા.
પકડાયેલા આરોપીઓ
-ભાવેશ રવજીભાઇ ચૌહાણ, રહે.સુરત
-રાજેશ પરષોતમભાઇ સોજીત્રા, રહે.સુરત
-કિશોર નાનજીભાઇ પરમાર, રહે.સુરત
-રાજુભાઇ માવજીભાઇ સાંકળીયા, રહે.સુરત
-મયંક અંબાલાલ દેવડા, રહે.સુરત
-નરેશ અંતરસીંગ ભયડીયા, રહે.સુરત
-ઇમરાન અલિયરખાન પઠાણ, રહે.સુરત
-કરીમ મહોમદઅલી ચુનારા, રહે.સુરત
-કલ્પેશ દેવજીભાઇ પડાયા, રહે.સુરત
-અફરોઝખાન અફઝલખાન, રહે.સુરત
બે આરોપીનો ગુનાહિત ભૂતકાળ
આમીર અલ્તાફ હાલાણી વિરુદ્ધમાં નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
આમીર અલ્તાફ હાલાણી તથા આરોપી અરશાન મરચન્ટ સામે મધ્યપ્રદેશના ઈંદોરમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
₹5.51 કરોડ પરત અપાવ્યા
સાયબર ક્રાઈમ ટીમે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં તપાસ કરવાની સાથે ભોગ બનનારના નાણાં પરત મળે તે માટે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા બે ફરિયાદીને છેતરપિંડીમાં ગયેલા નાણાં તાત્કાલિક ફ્રીઝ કરીને 5.51 કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે. વડોદરાના એક સિનિયર સિટીઝનને રૂપિયા 4.91 કરોડ અને અમદાવાદના એક સિનિયર સિટીઝનને 48 લાખ પરત અપાવવામાં સાયબર ક્રાઈમ ટીમને સફળતા મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?