અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ
સાયબર ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી, 32 લાખની છેતરપિંડીનો ભાંડાફોડ

અમદાવાદ સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ

અમદાવાદ સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરીને છ શખ્સોને ઝડપ્યા છે. આ ગેંગે શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા એક નાગરિકને હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂ.32 લાખથી વધુની છેતરપિંડી કરી હતી.
પોલીસે મુંબઈ અને બેંગલુરુમાંથી નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટીવ ઉઝોચી, કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશ સરોજને ઝડપી પાડ્યા છે.
તપાસમાં ખુલ્યું કે નાઇજિરિયન સંચાલિત આ ગેંગ સોશિયલ મીડિયા અને ઇમેલ દ્વારા લોકોનો સંપર્ક કરી ખોટા આંતરરાષ્ટ્રીય બિઝનેસના પ્રસ્તાવો આપતો હતો. "યુપેટોરિયમ મર્કોલા લિક્વિડ" નામની દવાના વેપારના બહાને આઠેક તબક્કામાં વિશ્વાસમાં લઈ પીડિત પાસેથી લાખો રૂપિયા મેળવવામાં આવ્યા હતા. પીડિતે ભીલવાડા જઈ તપાસ કરતા જાણ્યું કે એ કંપની અસ્તિત્વમાં જ નથી.
આ રેકેટમાં નાઇજિરિયન માસ્ટરમાઇન્ડ સાથે સલીમ શેખ અને નેપાળી દંપતી કૃષ્ણમતી–મહેશ ચૌધરીની મુખ્ય ભૂમિકા હતી. તેઓ નકલી એન્ટરપ્રાઇઝના નામે બેન્ક ખાતા ખોલાવી કમિશનના આધારે ફંડ ટ્રાન્સફર કરતા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ જ નેટવર્ક અનેક રાજ્યોમાં 112થી વધુ ફ્રોડ કેસોમાં સામેલ છે.
પોલીસે આરોપીઓ પાસેથી 14 મોબાઇલ, 7 સિમ કાર્ડ, 33 ડેબિટ કાર્ડ અને નાણાકીય ડાયરીઓ જપ્ત કરી છે. આ ગેંગ ભારત સહિત વિદેશમાં ગેરકાયદેસર નાણાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે નેટવર્કના બાકીના સભ્યોની શોધખોળ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.