VADODARA: બ્યુટીપાર્લરમાં પતિએ પત્નીને રંગેહાથે પ્રેમી સાથે પકડી, પત્નીએ બચકું ભર્યું
માથાકૂટમાં પ્રેમી અને પત્નીએ હુમલો કરતાં પ્રેમીને ઇજા

માથાકૂટમાં પ્રેમી અને પત્નીએ હુમલો કરતાં પ્રેમીને ઇજા

માથાકૂટમાં પ્રેમી અને પત્નીએ હુમલો કરતાં પ્રેમીને ઇજા
વડોદરામાં પતિએ પોતાની પત્નીને બ્યુટીપાર્લરમાં જ રંગરેલીયા મનાવતા ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. પતિએ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપી લેતાં પત્ની હેબતાઇ ગઇ હતી અને તેણે ઉશ્કેરાઇ જઇને પતિને ખભા પર બચકું પણ ભરી લીધું હતું. પતિએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરુ કરી છે.
શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં પતિએ નોંધાવેલી ફરિયાદમાં વડોદરા પાસેના ગામમાં રહેતા યુવકે જણાવ્યું હતું કે 2009માં તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને સંતાનમાં એક સગીર વયનો પુત્ર પણ છે. જોકે લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ના હોવાથી બંને વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી. વારંવાર થતી માથાકૂટના કારણે તેની પત્ની પિયરમાં જતી રહી હતી અને ત્યારબાદ પત્નીએ પતિ પર શારીરિક અને માનસિક ત્રાસ અંગેની પાણીગેટ પોલીસ સ્ટેશનમાંફરિયાદ પણ કરી હતી અને પતિ સામે કોર્ટમાં ભરણપોષણ અંગે તથા છૂટાછેડા અંગે ફરિયાદ પણ કરી હતી .
પત્ની પિયરમાં જતી રહી અને તેણે કોર્ટમાં કેસ કર્યો ત્યારબાદ યુવકને શંકા ગઇ હતી કે તેની પત્નીને ગામમાં જ રહેતા યુવક સાથે પ્રેમસંબંધ છે. તેની પત્ની વડોદરાના આજવા રોડ પર બ્યુટીપાર્લર પણ ચલાવતી હતી. અને તેનો પ્રેમી યુવક તેની પત્નીને મળવા અવરા નવાર બ્યુટીપાર્લર પર પણ જતો હતો.
યુવકે પોલીસને જણાવ્યું કે ગઇ 3 તારીખે તે તેણે પત્નીના બ્યુટીપાર્લરના પાર્કીંગમાં સફેદ રંગની કાર જોતાં તેને શંકા ગઇ હતી અને તેના આધારે તે પત્નીના બ્યુટી પાર્લર પર ગયો હતો . જો કે રિસેપ્શન પર બે છોકરીઓ બેઠી હતી અને તેણે દીદી કહીને બૂમો પાડી હતી જેથી યુવકને શંકા ગઇ હતી કે તેની પત્ની અલગથી બનાવેલી કેબિનમાં તેના પ્રેમી સાથે બેઠેલી છે. જેથી નાનું કેબિન હોવાથી તેણે ઉપર ચઢીને કેબિનમાં જોતાં તેની પત્ની તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોવા મળી હતી જેથી તે કૂદકો મારીને અંદર જતાં તેના પ્રેમીએ લાત મારી હતી.તે સમયે યુવકના મિત્રએ શૂટીંગ કરતા તેની પત્નીએ મોબાઇલ છીનવી લીધો હતો. મારા મિત્રએ મને બચાવવા કેબિનમાં કુદકો માર્યો હતો. જેથી તેનો પગ રીવોલ્વીંગ ચેર ઉપર આવતા તે લપસીને પડી જતા તેના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું.તેણે પોલીસને કહ્યું કે મારી પત્નીનો પ્રેમી કેબિનનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગયો હતો. મને અને મારા મિત્રને ઇજાઓ થતાં મે 108 એમ્બુલન્સને ફોન કરીને બોલાવતા 108 એમ્બુલન્સમાં હું તથા મારો મિત્ર બન્ને જણા કારેલીબાગ ખાતે વારોક હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને ત્યાં મારા ડાબા પગના લીગામેન્ટમાં ફ્રેક્ચર થયું હતું. આ મામલે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં મારી પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.