અમદાવાદમાં હમાસ નેટવર્કનો પર્દાફાશ, 9 ઝડપાયા
CID ક્રાઈમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, ક્રિપ્ટોમાં ₹226.54 કરોડના વ્યવહારો મળ્યાં

AI જનરેટેડ

AI જનરેટેડ
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે અમદાવાદમાં આતંકી સંગઠન ‘હમાસ’ ના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઈમની તપાસ દરમિયાન ક્રિપ્ટોમાં ₹226.54 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. સીઆઈડી ક્રાઈમે ક્રિપ્ટો વોલેટ પર ગતિવિધિઓની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ક્રિપ્ટો વોલેટમાં રૂપિયા 229.54 કરોડના નાણાકીય વ્યવહારો થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ નાણાંનો મોટો ભાગ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં સંગઠનોનો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. ઈઝરાયેલે જેને આતંકી સંગઠન જાહેર કર્યું છે તે 'હમાસ' સંગઠન સાથે પણ નાણાકીય વ્યવહારો થયા હોવાની વિગતો મળતાં તપાસ અધિકારીઓ ચોંકી ઊઠ્યા છે.
સીઆઈડી ક્રાઈમની ટીમે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે, ચોક્કસ ક્રિપ્ટો વોલેટ દ્વારા શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે. નાણાકીય લેવડદેવડ કરનારા મોટાભાગના લોકો મુંબઈ તેમજ અમદાવાદના કોટ વિસ્તારના રહેવાસી યુવકો છે. આ બાબતનો ખુલાસો થતાં સીઆઈડી ક્રાઈમના એસપી રાજદીપસિંહ ઝાલાએ 10 અધિકારીઓની ટીમ બનાવી તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી 9 મુખ્ય આરોપીઓની પૂછપરછ કરતાં તેમની પાસેથી અનેક ક્રિપ્ટો વોલેટ તથા ડિજિટલ વોલેટ મળી આવ્યા છે.
પોલીસે તમામ વોલેટનું ટેકનિકલ વિશ્લેષણ કરીને મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે. પકડાયેલા યુવકો ડાર્કવેબ મારફતે આતંકી પ્રવૃત્તિ, ગંભીર સાયબર ગુના, નાર્કોટિક્સ અને ડ્રગ સિન્ડિકેટ સાથે આડક્તરી રીતે સંકળાયેલા હોવાની ડિજિટલ ફૂટપ્રિન્ટ અધિકારીઓને મળી છે. આ ઉપરાંત અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે પણ આરોપીઓએ ક્રિપ્ટો વોલેટ મારફતે નાણાંની હેરાફેરી કરી છે. પોલીસે ઝડપેલા 9 મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.
પકડાયેલા મુખ્ય 9 આરોપીઓ
1. મોહસીન સાદિક મોહમદ મોલાની છીપા રહે. ટીપી 95, 603, ઐયમ રેસીડેન્સી લગઝરી નવલા પાસે, સરખેજ અમદાવાદ
2. એજાઝ અસલમખાન પઠાણ રહે નઝમીન પાર્ક ગયાસપુર, ગઝાલાફાર્મની નજીક, અમદાવાદ
3. મોહમ્મદઝૈદ અબ્દુલકાદરભાઈ સિદ્દી રહે જમાલપુર ચકલા, અમદાવાદ
4. નાવેદ અયુબખાન પઠાણ રહે. 2194 પઠાણનો ડેહલો, તંગરવાડ,પગાઠિયા, જમાલપુર અમદાવાદ
5. ફૈઝઅહમદ નસરુદ્દિન ચિસ્તી રહે 1798 સૈયદવાડ એમ. બી.કાદરી રોડ,રાયખડ,અમદાવાદ
6. ઝીશાન સિરાજ મોતીવાલા રહે.293 હબીબ હાઉસ, ચોથો માળ, રૂમ નં-13 એમ.એસ. અલી રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર
7. સલમાનખાન હબીબખાન પઠાણ રહે. 279 મોટી સોદાગરની પોળ, જમાલપુર દરવાજા પાસે જમાલપુર, અમદાવાદ
8. લવપ્રીત દશકનસસિંહ મઢારુ રહે, પંજાબી ધર્મશાળા પાસે, તરાવડી, તા. નીલોખેડી જિ.કરનાલ હરિયાણા
9. ગુલામ સાદિક ઇબાદુલ્લા અંસારી રહે. 08 ફરહાન ડુપ્લેક્સ ઓપોજીટ દિવાન ડુપ્લેક્સ નિયર ઓલ્ડ ભાટા સ્કુલ, ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ

સીઆઈડી ક્રાઈમને આરોપીઓના ક્યાં ડિજિટલ પુરાવા હાથ લાગ્યા?
HAMAS અને DUBAI COMPANY FOR EXCHANGE જેવાં સંગઠનો સાથે નાણાકીય વ્યવહારો
BINANCE વોલેટ અને Monero વોલેટનો ઉપયોગ
ARTTEMISLAB.CC વેબસાઈટ અને Abacus Market (ડાર્કવેબ)માં ટ્રાન્ઝેક્શન્સ
ANSAR ALLAH @ HOUTHS ગ્રુપ તેમજ GARANTEX અને LAN SHOR જેવાં સંગઠનો સાથે આર્થિક કડીઓ
આતંકીઓની પૂછપરછ શા માટે જરૂરી?
આતંકી ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય કાવતરું, આરોપીઓએ સંગઠિત થઈને ક્રિપ્ટો કરન્સી અને ડાર્કવેબના માધ્યમથી નાણાંને USOTમાં રૂપાંતરિત કરી આતંકી સંગઠનો સુધી પહોંચાડયા છે. ઇઝરાયેલ દેશની સુરક્ષા અને હિતોને નુકસાન પહોંચાડી આડકતરી રીતે આતંકવાદને મદદ કરવાનું કૃત્ય કર્યું હોઈ તેની તપાસ જરૂરી
આરોપીઓએ ગેરકાયદે ઓનલાઈન ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલી 'ARTTEMISLAB.CC' વેબસાઈટ અને 'Abacus Market' જેવા ડાર્કવેબ પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહારો કર્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથેના તેમના જોડાણની વિગતો મેળવવાની બાકી
સીઆઈડી ક્રાઈમની તપાસમાં 226.54 કરોડના વ્યવહારો મળ્યા છે. પરંતુ આરોપીઓ હિસાબ ગુપ્ત રાખવા 'Monero' જેવા ડિસેન્ટ્રલાઈઝ્ડ વોલેટ વાપરતા હોવાથી અન્ય છુપા એકાઉન્ટ્સ અને મની લોન્ડરિંગના આંકડા શોધવાના બાકી
આરોપીઓએ આતંકવાદી સંગઠનોને દેશની કોઈ ગુપ્ત કે સંવેદનશીલ માહિતી પહોંચાડી છે કે નહીં, તેમજ મિત્ર દેશો વિરુદ્ધના કોઈ ષડયંત્રમાં તેમની ભૂમિકા છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું બાકી
મુખ્ય આરોપી મોહસીન મોલાની વર્ષ 2013માં બોગસ કોલ સેન્ટરના ગુનામાં પકડાયો હતો. તેના તત્કાલીન સાથીદારો હાલ લંડનની જેલમાં નાર્કોટિક્સ અને મની લોન્ડરિંગના ગુનામાં સજા કાપી રહ્યા છે. જેઓ જેલમાંથી મોહસીનના વોલેટમાં ફંડ મોકલતા હતા અને મોહસીન તે નાણાં આંગડિયા મારફતે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ મોકલતો હતો. આ નેટવર્કની તપાસ પણ બાકી છે. ઉપરાંત, આરોપીઓના બાઈનાન્સ (BNANCE) એકાઉન્ટ વિરુદ્ધ NOORP પોર્ટલ પર 935 ફરિયાદો નોંધાયેલી હોવાથી તેની વિગતો મેળવવાની બાકી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.