'મિસરી'ના પ્રમોશનમાં કાયદાનું ઉલ્લંઘન
સાયન્સ સિટી રોડ પર સ્ટારકાસ્ટ સહિતના કલાકારોએ ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કર્યા

મિસરી ફિલ્મના કાસ્ટ

મિસરી ફિલ્મના કાસ્ટ
31 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ 'મિસરી'ની સ્ટારકાસ્ટ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયા સહિત અન્ય કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે એક બેદરકારીભર્યો રસ્તો અપનાવ્યો, જેના કારણે તેઓ કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ તરફ જાહેર માર્ગ પર કરવામાં આવેલા આ પ્રમોશનલ એક્ટિવિટીના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા.
ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન
આ વીડિયોમાં સ્પોર્ટ્સ બાઈક પર સવાર બાઈક ચાલકો સાથે કલાકારોએ ચાલુ બાઈક પર ઊભા રહીને જોખમી સ્ટંટ કર્યા હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પ્રકારના કૃત્યથી માર્ગ પર પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમાય છે અને તે ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કલાકારો જેવી જાણીતી વ્યક્તિઓ દ્વારા આવા બેદરકારીભર્યા સ્ટંટ કરવાથી યુવાનોને પણ જોખમી સ્ટંટ કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
વાયરલ વીડિયોની કરાઈ તપાસ
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પોલીસ કાર્યવાહી ન થતા ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું, જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ દ્વારા વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ સાયન્સ સિટી રોડ તરફનું હોવાનું અને બાઈકના નંબરની તપાસ બાદ બાઇક ચાલકોની ઓળખ થઈ ચૂકી હોવાનું સામે આવ્યું હતું. PI એન.એ. દેસાઈએ જણાવ્યું કે, મિસરી ફિલ્મના સ્ટારકાસ્ટ પ્રમોશન માટે બાઈક પર સ્ટંટ કર્યા હતા, જેના પગલે માનસી પારેખ, ટીકુ તલસાણીયા સહિત બાઈક ચાલકો અને કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 'મિસરી' એટલે ગુજરાતી સિનેમાની નવી લવ સ્ટોરી
આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવાયા
પોલીસે તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવાયા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા તેમની અટકાયત પણ કરવામાં આવશે. પોલીસની આ કાર્યવાહી એ સંદેશ આપે છે કે, ફિલ્મ પ્રમોશન કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ માટે જાહેર સુરક્ષા અને કાયદાનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહિ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!