લો બોલો... ગુજરાત પોલીસે અતિ ઉત્સાહમાં બાંગ્લાદેશીના બદલે બિહારીઓને પકડી લીધા
ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ પોતાની ભૂલ સમજાતા ચાર બિહારી યુવાનોને મુક્ત કર્યા

રાષ્ટ્રીય જનતા દળના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરી ગુજરાત પોલીસની પોલ ખોલી

રાષ્ટ્રીય જનતા દળના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરી ગુજરાત પોલીસની પોલ ખોલી
25 એપ્રિલની રાત્રે 3 વાગ્યે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગુજરાત પોલીસે બાંગ્લાદેશી સમજીને અમુક બિહારીઓને પણ પકડી પાડ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય જનતા દળના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરતા પોલીસે તાત્કાલિક ચારેય યુવાનોના ડોક્યુમેન્ટ મંગાવીને તપાસ કર્યા બાદ ચારેયને મુક્ત કરવામાં આવ્યા હતા.
22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે ગુજરાતથી હજારો કિલોમીટર દૂરથી ગુજરાત પોલીસની આ કાર્યવાહી સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે.
બિહારના રાષ્ટ્રીય જનતા દળના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ રીતુ જયસ્વાલે પોતાના (x) એકાઉન્ટ પર દ્વારા કેટલાક પ્રશ્નો ઊભા સાથે જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને ગેરકાયદેસર ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશી જણાવવામાં આવી રહ્યા છે, પણ આ કાર્યવાહી પર પ્રશ્ન ઉપાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં બિહારના ભાયા ગામના લોકોને પકડીપાડવામાં આવ્યા છે. સાથે તેમણે પોસ્ટમાં કચેરીના સરપંચ દ્વારા લિખિત પત્ર પણ મૂક્યો છે, જેમાં ચાર યુવાનોના નામ, આધાર કાર્ડ નંબર સહિતની વિગતો તેઓએ આપી છે અને જણાવ્યું છે કે, આ તમામ ભારતના નાગરિક છે અને ભાયા ગામના વતની છે.જે ચાર યુવાનોની તેઓ વાત કરી રહ્યા છે તેમાં મોહમ્મદ રબાની, મોહમ્મદ નેક મોહમ્મદ, મોહમ્મદ મુબારક અને મોહમ્મદ આઝમ નામ આપ્યા છે. આ તમામ યુવાનોને અમદાવાદથી પકડવામાં આવ્યા હતા.
'બિહારના નિર્દોષ યુવાનોને હેરાન કરવામાં ન આવે' આવી વાત તેમણે પોસ્ટમાં મૂકી છે. મારા મત વિસ્તારના પરિહાર વિધાનસભાના ભાયા પંચાયતના કેટલાક યુવાનો આ કાર્યવાહીમાં ફસાઈ ગયા છે. તેઓ નોકરી માટે ગુજરાત આવ્યા હતા અને તેમને બાંગ્લાદેશી બતાવીને અટકાયત કરવામાં આવી છે. ભાયા પંચાયતના સરપંચ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી છે અને એક પત્રના માધ્યમથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેઓ તમામ ભારતના નાગરિક અને બિહાર રાજ્યના વતની છે. “હું બિહાર સરકારને આગ્રહ કરું છું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાત સરકારનો સંપર્ક કરી જણાવવામાં આવે કે આ તમામ યુવાનો નિર્દોષ છે અને તેમને હેરાન કરવામાં ન આવે.” આ યુવાનોની ભૂલ આટલી જ છે કે, તેઓ સ્વતંત્રતાના આટલા વર્ષ પછી પણ પોતાના રાજ્ય છોડીને બીજા રાજ્યમાં રોજગાર માટે જાય છે અને પોતાના પરિવારના ભરણપોષણ માટે મહેનત કરે છે. તેમણે આગ્રહ કર્યો છે કે આ યુવાનોને સન્માનપૂર્વક છોડવામાં આવે.
ગુજરાત પોલીસે આ બાબતે તાપસ કરી બધાજ પુરાવા તપાસ કર્યા બાદ આ ચાર યુવાનોને છોડી દેવામાં આવ્યા છે. પોસ્ટમાં મુકેલ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ અને સરપંચના લેટર રીતુ જયસ્વાલે મેલ કર્યા હતા. ત્યારબાદ પોલીસને સ્પષ્ટતા થતા તેઓએ ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા, અને ચાર લોકોને મુક્ત કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.