BZ ફાઇનાન્સ કૌભાંડમાં સરકારની મોટી કાર્યવાહી: ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો ટાંચમાં
હિંમતનગર કોર્ટેના હુકમના પગલે ગૃહ વિભાગે GPID એક્ટ હેઠળ 32 મિલકતો ટાંચમાં લીધી

હિંમતનગર, મોડાસા, માણસા, તલોદ અને માલપુરની મિલકતો ટાંચમાં લેવામાં આવી

હિંમતનગર, મોડાસા, માણસા, તલોદ અને માલપુરની મિલકતો ટાંચમાં લેવામાં આવી
ઉત્તર ગુજરાતમાં શિક્ષકો, નોકરીયાત વર્ગ અને નાગરિકોને લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરનાર BZ ગૃપ સામે સરકારે કાર્યવાહી શરૂ કરી છે. BZ ફાયનાન્સ ગૃપના સીઈઓ ભુપેન્દ્ર ઝાલા અને તેના સાથીદારોની મિલકતો હિંમતનગર કોર્ટે ટાંચમાં લેવા હુકમ કર્યો હતો. તેના પગલે રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એક્ટ 2003 હેઠળ કાર્યવાહી કરીને 32 મિલકતો ટાંચમાં લીધી છે.
BZ ફાયનાન્સિયલ સર્વિસીસ, BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગ, BZ ટ્રેડર્સ અને BZ પ્રોફિટ પ્લસ એડવાઇઝર્સ જેવી કંપનીઓના માધ્યમથી CEO ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેની ટીમે વિવિધ શહેરોમાં ઓફિસો શરૂ કરી હતી. હાઇ રિટર્ન, કમિશન અને અન્ય લાલચ આપી વિવિધ સ્તરના રોકાણકારોને ગેરકાયદે રોકાણ કરાવડાવ્યુ હતુ. અલગ-અલગ નામે કંપનીઓ ખોલી લોકોને ઉંચા વ્યાજ દરની લાલચ આપી નાણા ઉઘરાવ્યા હતા. CID ક્રાઈમ ગાંધીનગરે ગુનો નોંધી ભૂપેન્દ્ર ઝાલા અને કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી હતી.
રાજ્યના ગૃહ વિભાગે હિંમતનગરના પ્રાંત અધિકારીની “કોમ્પિટન્ટ ઓથોરિટી” તરીકે નિમણૂક કરી છે. કોર્ટના હુકમના અનુસંધાને હિંમતનગર, મોડાસા, માણસા, તલોદ અને માલપુરમાં 32 મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. કોર્ટના અંતિમ ચુકાદા સુધી ટાંચમાં લીધેલી મિલકતો વેચાણ, વારસાઇ, ગીરો કે અન્ય હસ્તાંતરણ કરી શકાશે નહીં.
ટાંચમાં લીધેલી મિલકતોના જમીન રેકોર્ડમાં કાચી નોંધ તથા Village Form No. 2, 6 અને પ્રોપર્ટી કાર્ડમાં જરૂરી ફેરફારો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસ સંદર્ભે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં રજૂઆત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, BZ ગ્રુપે રાજ્યના અનેક નાગરિકો સાથે છેતરપીંડી કરી હોવાથી સરકારે હવે મિલકતોના આધારે રોકાણકારોને રકમ પરત કરવા GPID એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.