પરિણીત મહિલા અને પ્રેમીએ એક સાથે જીવન ટૂંકાવ્યું
પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર

પરિણીત મહિલા અને પ્રેમીએ એક સાથે જીવન ટૂંકાવ્યું

પરિણીત મહિલા અને પ્રેમીએ એક સાથે જીવન ટૂંકાવ્યું
Gandhinagar News: ગાંધીનગરના સીમાડે આવેલા ચિલોડા ગામમાં આજે (1 મે, 2026) વહેલી સવારે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચિલોડા ગામના સરકારી બોર કુવા પાસે આવેલા આંબાના ઝાડે એક પ્રેમી યુગલે સાડી વડે એકસાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ ચિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ગામમાં ફફડાટ વ્યાપી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે જ્યારે ગ્રામજનો પોતાના ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના આંબાના ઝાડે બે મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોતા જ ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો મહિલા અને પુરુષ બંનેના મૃતદેહ એક જ સાડી વડે લટકી રહ્યા હતા. તપાસને વેગ આપવા માટે પોલીસે એફએસએલ અને મામલતદારની ટીમોને પણ સ્થળ પર બોલાવી હતી.
સામાજિક મજબૂરી અને પ્રેમ સંબંધ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક પુરુષ અને મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગાઢ પ્રેમ સંબંધો હતા. મૃતક મહિલા પરિણીત હતી અને તેનો પતિ છૂટક મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. આ દંપતીની એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. બીજી તરફ, મૃતક પુરુષના અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણના કારણે લેવાયેલું અંતિમ પગલું જણાય છે. લોકમુખે એવી ચર્ચા છે કે સામાજિક બદનામીના ડરે અથવા તો ભવિષ્યમાં ક્યારેય સાથે નહીં રહી શકવાની મજબૂરીમાં બંનેએ આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ચિલોડા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટના પાછળના અન્ય પાસાઓની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બંને પક્ષના પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે. એફએસએલના રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.