પૂર્વ ક્રિકેટરે નશામાં જેકોબે સર્જ્યો અકસ્માત
જેકોબ માર્ટિને દારૂના નશામાં પોતાની MG હેક્ટર કાર બેફામ ચલાવી 3 કારને ટક્કર મારી

જેકોબ માર્ટિન

જેકોબ માર્ટિન
વડોદરાના અકોટા વિસ્તારમાં 26 જાન્યુઆરીની મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી જેકોબ માર્ટિન દારૂના નશામાં ધૂત હાલતમાં અકસ્માત સર્જતા ઝડપાયા છે. રાત્રે અંદાજે 2:30 વાગ્યે જેકોબ માર્ટિન પોતાની બ્લેક ફિલ્મ ધરાવતી MG હેક્ટર કાર લઈને પુનિતનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નશાને કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેમણે રોડ સાઈડ પાર્ક કરેલી કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઈ વેન્યૂ અને મારુતિ સેલેરિયો એમ 3 લક્ઝરી કારને જોરદાર ટક્કર મારી હતી.
ક્રિકેટર જેકોબ માર્ટિન એટલી હદે નશામાં હતા
અકસ્માત બાદ જ્યારે અકોટા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન એટલી હદે નશામાં હતા કે તેઓ લથડિયાં ખાઈ રહ્યા હતા અને તેમની આંખો લાલચોળ હતી. પોલીસે તેમને નીચે બેસાડી દેવા પડ્યા હતા અને કાર કબજે કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
6.75 લાખ રૂપિયા મળ્યા હોવાના આક્ષેપ
આ પહેલા પણ જેકોબ માર્ટિનનો ભૂતકાળ પણ ગુનાહિત અને વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી ભરેલો રહ્યો છે. આ અગાઉ ગોત્રી વિસ્તારમાં પોતાના ફ્લેટના ધાબા પર પુત્રીના જન્મદિવસના બહાને દારૂની મહેફિલ માણતા તેઓ 5 મિત્રો સાથે ઝડપાયા હતા, જ્યાંથી પોલીસને દારૂની બોટલો, બિયરના ટિન અને હુક્કો મળી આવ્યા હતા. એટલું જ નહિ, 2004માં બ્રિટન પ્રવાસ દરમિયાન એક બિન-ક્રિકેટર વ્યક્તિને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના 'કબૂતરબાજી' કૌભાંડમાં પણ જેકોબ માર્ટિનનું નામ ખુલ્યું હતું, જેમાં તેમને 6.75 લાખ રૂપિયા મળ્યા હોવાના આક્ષેપ સાથે દિલ્હી પોલીસે તપાસ કરી હતી. વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરનારા આ પૂર્વ ક્રિકેટરની છબી હવે ખરડાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.