નવસારીમાં બિશ્નોઈ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ
બીલીમોરામાં હથિયાર આપ-લે દરમિયાન પોલીસ પર ગોળીબાર

નવસારી બિશ્નોઈ ગેંગ ફાયરિંગ

નવસારી બિશ્નોઈ ગેંગ ફાયરિંગ
નવસારીમાં બિશ્નોઈ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ :
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ અને કુખ્યાત બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું. હથિયારોની આપ-લે માટે ચાર વ્યક્તિ હોટલમાં રોકાયા હતા ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. પરંતુ આરોપીઓએ પકડાઈ જવાના ડરથી પોલીસ પર ગોળીબાર કર્યો. સ્વબચાવમાં પોલીસે પણ ફાયરિંગ કરતા એક આરોપીને પગમાં ઈજા પહોંચી, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
SMCને બાતમી મળી હતી કે બિશ્નોઈ ગેંગના સભ્યો હથિયારોની ડીલ માટે હોટલમાં રોકાયા છે. દરોડા દરમિયાન પોલીસે ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા, જ્યારે ઈજાગ્રસ્ત આરોપી હાલ સારવાર હેઠળ છે. ઘટનાસ્થળેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ મળી આવ્યા છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
પોલીસે આરોપી યશસિંગ સુંદરસિંગ (હરિયાણા), રિષભ શર્મા (મધ્યપ્રદેશ), મનીષ અને મદન કુમાવત (રાજસ્થાન)ને કસ્ટડીમાં લીધા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ કુખ્યાત ગેંગ નેટવર્ક સાથે જોડાયેલા છે. પોલીસ હવે આ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
તાજેતરમાં સુરતમાં પણ આવા જ બનાવમાં કુખ્યાત આરોપી સલમાન લસ્સીએ PI પર હુમલો કર્યો હતો, જેના સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરીને તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ બનાવો બાદ નવસારી અને આસપાસના વિસ્તારોમાં પોલીસ સજાગ બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.