રાજકોટમાં એટલાન્ટિસ હાઇરાઇઝ બિલ્ડીંગના 6ઠ્ઠા માળે આગ, 3ના મોત
ફાયર બ્રિગેડનો 1 જવાન ગંભીર રીતે દાઝ્યો હોવાનું જાણવા મળે છે

ફાયર બ્રિગેડનો 1 જવાન ગંભીર રીતે દાઝ્યો હોવાનું જાણવા મળે છે

ફાયર બ્રિગેડનો 1 જવાન ગંભીર રીતે દાઝ્યો હોવાનું જાણવા મળે છે
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાઇન્ટિસ હાઇરાઇઝ બિલ્ડીંગમાં વિકરાળ આગ ફાટી નિકળી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ બુઝાવાની સાથે ફસાયેલા લોકોની બચાવ કામગિરી પણ શરુ કરી છે. પોલીસે આ ઘટનામાં 3 વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.
ધૂળેટીની સવારે એટલાન્ટિસ બિલ્ડીંગના છટ્ઠા મળે ભયાનક આગ ફાટી નિળી હતી જેથી લોકોમાં ગભરાટ ફેલાતા અફરાતફરીનો માહોલ જોવા મળે છે. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવાની કામગિરી કરી હતી અને હાઇડ્રોલિક ક્રેઇ દ્વારા છટ્ઠા માળે ફસાયેલા મહિલાઓ અને બાળકોનું રેસ્ક્યું કર્યું હતું. જો કે ઘટનામાં 3 વ્યક્તિના મોત થયા હોવાનું પોલીસે પુષ્ટી કરી છે જ્યારે ફાયર બ્રિગેડનો 1 જવાન ગંભીર રીતે દાઝ્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.