24 વર્ષીય યુવાન પર 8થી 10 શખ્સોનો જીવલેણ હુમલો
જૂની અંગત અદાવતને લઈને 8થી 10 શખ્સોએ ટેક્સટાઈલ માર્કેટના યુવાન પર જીવલેણ હુમલો કર્યો

જીવલેણ હુમલો

જીવલેણ હુમલો
સુરતના ડીંડોલી વિસ્તારમાં અંગત અદાવતને લઈને થયેલા એક જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 2 નવેમ્બરની રાત્રે, સાઈ પોઈન્ટ નજીક આવેલી એક ચાની દુકાન પાસે 8થી 10 જેટલા શખ્સોએ ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા 23 વર્ષીય યુવાન જયેશ પાટીલને મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે દર્શાવે છે.
જયેશ પાટીલના માથાના ભાગે ગંભીર ઈજાઓ
મળતી માહિતી મુજબ, આ હુમલો જૂની અંગત અદાવતનો બદલો લેવાના ઈરાદાથી કરવામાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જયેશ પાટીલ ચાની દુકાન નજીક ઊભો હતો, ત્યારે હુમલાખોરોનો આ ટોળું તેના પર તૂટી પડ્યું હતું. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, આ શખ્સોએ યુવાનને જમીન પર પાડી દઈને એક પછી એક બેરહેમીપૂર્વક માર મારવાનું શરૂ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં જયેશ પાટીલના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ કોઈ પણ ડર વિના ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: Jamnagar : જામજોધપુરના સડોદરમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે યુવાન પર છરી વડે હુમલો!
પોલીસે આરોપીઓને પકડવા ટીમો બનાવી
સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાન જયેશ પાટીલના નિવેદન અને સામે આવેલા CCTV ફૂટેજના આધારે ડીંડોલી પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ દ્વારા હવે ફૂટેજમાં દેખાતા ફરાર હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને વહેલી તકે ઝડપી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે, જેથી આ હુમલાખોરોને ઝડપી પાડીને જયેશ પાટીલને ન્યાય મળી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.