વડોદરામાં ખેડૂતનો માથા વગરનો મૃતદેહ મળ્યો
પાદરાના ચોકારી ગામની આ નિર્દયી હત્યાના કલાકો બાદ પણ હજું ખેડૂતનું ધડ નથી મળી રહ્યું.

ખેતરના ઓરડામાંથી ખેડૂતનો માથા વગરનો મૃતદેહ મળ્યો

ખેતરના ઓરડામાંથી ખેડૂતનો માથા વગરનો મૃતદેહ મળ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ચોકારી ગામના ખેડૂતનો તેમના ઘરમાંથી માથું વગરનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યા કર્યા બાદ હત્યારા માથું લઈને ફરાર થઈ ગયા હોય કે ક્યાંક અન્ય જગ્યાએ ફેંકી દીધું હોય તેવી શક્યતાઓએ જોર પકડ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને વિવિધ ટીમો સાથે મળીને હત્યાના ભેદ ઉકેલવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટના સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાવી રહી છે. હત્યા પાછળના કારણો અને સંદિગ્ધોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ પ્રકારની ગંભીર ઘટનાઓમાં ન્યાય સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
પાદરાના ચોકારી ગામના કૃષ્ણનગરમાં આવેલાં એક ખેતરમાં 75 વર્ષના કુબેરભાઇ જબરભાઇ ગોહિલ ખેતી રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને એક પુત્રી જે સાસરે રહેતી હતી. તેમના ખેતરની આજુબાજુ ઘણાં ખેતરો આવેલાં તેમના ખેતરોના પાકને બચાવવા માટે તેઓ દરેકને મદદરૂપ પણ થતા હતા. ગુરૂવારે બપોરના સમયે ખેતરમાં મોટી સંખ્યામાં વાંદરાઓ આવી ગયા હતા અને પાકોને નુકસાન પહોંચાડી રહ્યા હતા. ત્યારે આજુબાજુના લોકોએ તેમને બૂમો પાડી પરંતુ કોઇ જવાબ મળ્યો નહીં.જ્યારે આસપાસમાં રહેતા લોકોએ તેમના ઘરમાં જઇને જોયું તો લોહીમાં લથપથ કુબેરભાઇનું એકલું ધળ પડેલું મળ્યું જ્યારે તેમનું માથું ગાયબ હતુ.
આ ઘટનાની જાણ અન્યને કરતા અનેક લોકો ભેગા થઈ ગયા હતા. જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક વડુ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કુબેરભાઈનું માથું શોધવાની કવાયત હાથ ધરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.