SURAT : BRTS બસમાં નશેડીએ ઉત્પાત મચાવ્યો, બેફામ વર્તન કરી ગાળાગાળી કરી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ડ્રગ્સના કારોબારની પોલ ખુલી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ડ્રગ્સના કારોબારની પોલ ખુલી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ડ્રગ્સના કારોબારની પોલ ખુલી
સુરત શહેર હવે નશેડીઓનું શહેર બનવા તરફ જઇ રહ્યું છે. શહેરની બીઆરટીએસમાં ડ્રગ્સના નશા હેઠળ ચઢેલા એક યુવકે એવો ઉત્પાત મચાવીને ગાળાગાળી કરી કે મહિલાઓ અને યુવતીઓને ફરજિયાત બસમાંથી નીચે ઉતરી જવું પડ્યું હતું. આ વીડિયોએ શહેરમાં બેફામ પણે ચાલી રહેલા ડ્રગ્સના કારોબારની પોલ ખોલી છે, નવાઇની વાત એ છે કે વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે આ શખ્સ પોતાની સાથે રહેલું ડ્રગ્સ પણ મુસાફરોને બતાવી રહ્યો છે.
સુરતના અડાજણથી કામરેજ જતી BRTS બસમાં એક નશેડી યુવકે ઘનઘોર નશાની હાલતમાં ધમાલ મચાવી હતી. યુવકને બસમાં કયા સ્ટેન્ડ માટે બેસવું છે તેનું પણ ભાન નહોતું. તેને કતારગામ જવાનું હતું છતાં કામરેજ જતી બસમાં બેસી ગયો. આ દરમિયાન કંડકટરે ટોક કરતા યુવકે પોતાને “રોયલ કાઠિયાવાડી” તરીકે ઓળખાવ્યો અને પોતાની પાસે રહેલું કોકેઇન ડ્રગ્સનું પેકેટ બતાવ્યું.
આ પણ વાંચો--- Surat : ટિકિટનું કૌભાંડ અને બેફામ ડ્રાઈવિંગ, 17 મહિનામાં 1032 કંડક્ટરો બ્લેકલિસ્ટ, હવે ડ્રાઈવરો પર તવાઈ!
યુવક પાસે કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરિન્જ મળી આવી છે. તેણે કંડકટરને કહ્યું કે પેકેટની કિંમત ₹5,000 છે. તેણે દોઢ લાખનો ફોન અને અઢી લાખની ઘડિયાળ બતાવી પોતાની "રોયલ લાઈફસ્ટાઈલ"નો ડંકો વગાડ્યો.હતો
તેણે એટલી હદે ગાળાગાળી કરી હતી કે મુસાફરો પણ રોષે ભરાયા હતા. બસમાં બેઠેલી મહિલાઓ સામે તેણે ગાળો આપી અને કંડકટર સાથે ઝઘડો કર્યો, જેના પગલે મહિલાઓ ડરીને બસમાંથી ઉતરી ગઈ.
આ ઘટના સુરતમાં નશાખોરી કેટલીફેલાઈ રહી છે તેનું ચિતાર આપે છે. જાહેર સ્થાને નસેડીઓનો આવો ખુલ્લો આતંક સામાન્ય લોકો માટે ભયજનક છે.
આ પણ વાંચો--- SURAT : કોઇએ બારોબાર જ ઓપરેશન સિંદૂર થીમ પર સર્કલ બનાવી દીધુ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.