Surat : સાયબર ગુનેગારોનો 'ડિજિટલ ફંદો', ₹16.65 લાખની ઠગાઈ, ભાવનગરથી ઠગ ઝડપાયા!
સાયબર ક્રાઈમ શેલે ભાવનગરથી ત્રણ ઠગ રાજુ પરમાર, ક્રિષ્ના પટેલ અને પરમવીર સિંગ ને ઝડપી પાડ્યા...

સુરતમાં 'ડિજિટલ એરેસ્ટ'નો પર્દાફાશ...

સુરતમાં 'ડિજિટલ એરેસ્ટ'નો પર્દાફાશ...
સુરતમાં 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ચાલી રહેલા સાયબર ફ્રોડના વધુ એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. એક સિનિયર સિટીઝનને બે દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' કરી, દિલ્હી પોલીસના નામે ₹16.65 લાખ પડાવી લેવાની ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ શેલ દ્વારા ભાવનગર ખાતેથી ત્રણ મુખ્ય ઠગને દબોચી લેવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાયબર ગુનેગારોની હિંમત અને નાગરિકોની સાવચેતીની જરૂરિયાત સામે લાલબત્તી ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઠગ ટોળકીએ ભોગ બનનાર સિનિયર સિટીઝનને ₹2.50 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનું નામ ખુલ્યું હોવાનું કહીને ધમકાવ્યા હતા. દિલ્હી પોલીસના નામે ખોફ ઊભો કરી, તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી, રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઈમ શેલ દ્વારા ફરિયાદના આધારે ગુન્હો નોંધી, ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડીસીપી સુરત ક્રાઈમ બ્રાન્ચ, ભાવેશ રોજિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પોલીસે ભાવનગર ખાતેથી આ ઠગાઈના મુખ્ય આરોપીઓ રાજુ ભરતભાઈ પરમાર, ક્રિષ્ના દિગમ્બર પટેલ અને પરમવીર સિંગ ઉર્ફે આસુ ટાંકને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મહત્વના પુરાવાઓ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 પાસબુક, 11 ચેકબુક, 4 મોબાઈલ અને રોકડા ₹1 લાખનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Vadodara : બોગસ દસ્તાવેજોનું મોટું રેકેટ, આધારકાર્ડ કઢાવવા ગયેલી મહિલા નકલી જન્મદાખલા સાથે ઝડપાઈ!
તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓએ સાયબર ફ્રોડ આચરતી અન્ય મોટી ટોળકીઓને બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા. આ જ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ દ્વારા પડાવવામાં આવેલા નાણાં ટ્રાન્સફર કરાયા હતા. વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ ગુના માટે વપરાયેલા બેંક એકાઉન્ટ પર દેશના અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ પર 40 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જે આ રેકેટની વ્યાપકતા દર્શાવે છે.
આ પણ વાંચો : Ahmedabad માં બેફામ ફરે છે યમદૂત! 18 વર્ષના યુવકની બેફામ ડ્રાઈવિંગથી બ્લાસ્ટ અને પછી...
પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે, "આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ ગુન્હા ઉકેલાવાની પ્રબળ શક્યતા છે અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ કટિબદ્ધ છે." આ ઘટના સાયબર છેતરપિંડીથી સાવધાન રહેવાની અને અજાણ્યા ફોન કોલ્સ કે ધમકીઓ સામે પોલીસનો સંપર્ક કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ પણ વાંચો : Surat : પોલીસને પડકાર ફેંકનાર આરોપી, ડ્રોન અને ફાયરબ્રિગેડની મદદથી દબોચાયો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.