દારૂબંધી છતાં વડોદરામાં નશામાં પોલીસકર્મી પકડાયો
વડોદરામાં દારૂ પીધેલા પોલીસ પર કાર્યવાહીની માંગ, નાગરિકો સાથે ઝઘડો કર્યો
વડોદરામાં નશામાં પોલીસકર્મી પકડાયો
વડોદરામાં નશામાં પોલીસકર્મી પકડાયો
ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, કાયદાના રક્ષકો જ વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરમાં ફરી એકવાર નશામાં ધૂત પોલીસકર્મીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિક શાખાના એક હેડ કોન્સ્ટેબલને લોકોએ દારૂના નશામાં ઝડપી પાડ્યો છે.
ચાંપાનેર પોલીસચોકી નજીક હોબાળો
ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ચાંપાનેર પોલીસચોકી નજીક ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ એક નાગરિક સાથે ઝઘડો કરી અભદ્ર ગાળો બોલી રહ્યા હતા. આ દરમિયાન, પેટ્રોલિંગ કરી રહેલા સિટી વન મોબાઈલ ઓપરેટર અન્નુભાઈ ઉસ્માનભાઈએ તેમને જોયા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે કેટલાક નાગરિકોએ તેમનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે નશામાં ધૂત પોલીસકર્મીએ તેમનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો છે કે સંજયસિંહ નશામાં ધૂત થઈને ગંદી ગાળો બોલી રહ્યા હતા અને દલીલ કરી રહ્યા હતા.
પોલીસ સ્ટેશન લઈ જઈને તપાસ
ઘટના બાદ, સંજયસિંહને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બે સ્થાનિક પંચોની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી અને તેઓ શારીરિક સંતુલન જાળવી શકતા નહોતા. તેમણે દારૂ પીવા માટે કોઈ પરમિટ ન હોવાનું પણ સ્વીકાર્યું હતું.
પુનરાવર્તિત ઘટનાઓ
આ પહેલીવાર નથી કે જ્યારે વડોદરામાં કોઈ પોલીસકર્મી દારૂના નશામાં પકડાયો હોય. થોડા સમય પહેલાં, વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર પણ નોકરી બાદ દારૂ પીધેલી હાલતમાં પોતાની સોસાયટીમાં હોબાળો મચાવતા પકડાયા હતા. આ ઉપરાંત, થોડા મહિનાઓ પહેલાં એક PSI વાય. એચ. પઢિયારે પણ નશામાં ધૂત થઈને છાણી બ્રિજ પાસે એક કાર અને બે એક્ટિવાને અડફેટે લીધા હતા.
આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં પોલીસકર્મીઓ દ્વારા જ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે અને કાયદાનું પાલન કરાવતી સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે. આ મામલે કડક કાર્યવાહીની માંગણી ઉઠી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?