અકીલ અખ્તર હત્યા કેસમાં પરિવારજનો સામે ફરિયાદ
સીબીઆઈએ અકીલ અખ્તરના પિતા, માતા, પત્ની અને બહેન સામે હત્યાનો ગુનો નોંધ્યો

સીબીઆઈ હેડ ઓફિસ

સીબીઆઈ હેડ ઓફિસ
સીબીઆઈએ અકીલ અખ્તર હત્યા કેસમાં મૃતકના પિતા (પૂર્વ DGP, પંજાબ), મૃતકની માતા (પૂર્વ માર્ગ-મકાન મંત્રી, પંજાબ), મૃતકની પત્ની અને મૃતકની બહેન સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યા છે કે, અકીલ અખ્તર પંજાબના પૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફા અને પંજાબના પૂર્વ માર્ગ અને મકાન મંત્રી રઝિયા સુલતાનાના પુત્ર છે. તેઓ હાલમાં પંચકુલાના માનસા દેવી મંદિર પાસે સેક્ટર-4 રહેતાં હતા. અકીલ અખ્તરનું 16 ઓક્ટોબર 2025ના રોજ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. મૃતક અકીલ અખ્તર અને તેમના પરિવાર વચ્ચે ઘણાં સમયથી અસંતોષ હતો.
27 ઓગસ્ટ, 2025ના રોજ મૃતક અકીલ અખ્તરે સોશિયલ મીડિયા પર જાહેરમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેમને તેમના પિતા અને તેમની પોતાની પત્ની વચ્ચે ગેરકાયદે સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેમની માતા અને બહેન સહિત તેમનો સમગ્ર પરિવાર તેમને મારી નાખવા અથવા ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડી રહ્યો છે.
અગાઉ હરિયાણા રાજ્ય સરકારે અકીલ અખ્તરની હત્યા સંદર્ભે હરિયાણાના પંચકુલા જિલ્લાના પી.એસ. મનસા દેવી કોમ્પ્લેક્સ ખાતે નોંધાયેલી એફઆઈઆર નંબર 131 ની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી હતી. સીબીઆઈએ મૃતક અકીલ અખ્તરના પિતા, તેની માતા, પત્ની અને બહેન સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.