અમદાવાદના ધોળકામાં બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ
બાળ તસ્કરીનું રેકેટ પકડાયું: ₹1.5 લાખમાં નવજાત શિશુ વેચવામાં આવતા, 5 આરોપીઓની ધરપકડ
ગરીબ પરિવારોને નિશાન બનાવી બાળકોની તસ્કરી, મુખ્ય આરોપી મહિલા સહિત 5 ઝડપાયા
ગરીબ પરિવારોને નિશાન બનાવી બાળકોની તસ્કરી, મુખ્ય આરોપી મહિલા સહિત 5 ઝડપાયા
અમદાવાદના ધોળકામાં મજૂર પરિવારની બાળકીના અપહરણ કેસમાં બાળતસ્કરીનો ચોંકાવનારો ખુલાસો થયો. આ કેસની તપાસમાં સાત મહિનાની ઉંમરના નવજાત શિશુઓ અને બાળકોના વેચાણ અને સ્થાનાંતરણ સાથે સંકળાયેલા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં દોઢ લાખ રૂપિયામાં માસૂમને વેચવામાં આવતું હતું. પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત 5ની ધરપકડ કરીને જેલહવાલે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં બાળકોની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.
શું છે સમગ્ર મામલો ?
30 જુલાઈના રોજ ધોળકા પોલીસને ફોન પર એક દંપતીની પોતાની બાળકી ગુમ થયાની ફરિયાદ મળે છે. 7 માસની બાકીને ગુમ થયાની ફરિયાદ મળતા પોલીસ તાત્કાલિક શોધખોળની કામગીરી હાથ ધરે છે. ભીખ માંગતી ટોળકી બાળકને લઇ ગઈ હોય અથવા નિઃસંતાન દંપતી લઇ ગઈ હોય એવી શક્યતાના આધાર પર પોલીસ ચાર ટિમ બનાવી શોધખોળ શરૂ કરે છે. જેમાં 100 થી વધુ CCTVની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ કરવામાં આવે છે. તપાસમાં એક બાઈક પર સવાર મહિલા અને શખ્સ પર શંકા જતા બાઈકની વિગતો મેળવવામાં આવે છે. તપાસમાં મનીશા સોલંકી નામક મહિલાનું નામ સામે આવે છે. મનીશાનો મોબાઈલ ટ્રેસ કરી તે ઔરંગાબાદ હોવાનું જણાતા તાત્કાલિક ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ કરી મનીશાની ધરપકડ કરવામાં આવે છે. મનીષા સાથે બિનલ સોલંકી, જયેશ બેલદાર અને સમાધાન જગતાપને અપહરણ કરેલ બાળક સાથે પકડી પાડવામાં આવે છે. ચારેય શખ્સો સહીત બાળકને અમદાવાદ લાવવામાં આવે છે અને બાળકને સલામત રીતે માતાપિતાને સોંપવામાં આવે છે. સમગ્ર મામલે પોલીસે મનીષાના પતિ મહેશની પણ ધરપકડ કરે છે અને પાંચેય લોકોની પુછપરછ શરૂ કરે છે જેમાં ચોંકાવનારા ખુલાસા થાય છે.
IVF સેન્ટરો સાથે જોડાયેલ હતા આરોપીઓ
મુખ્ય આરોપી મનીષાએ પહેલા ધોળકામાં ખાનગી કંપનીમાં કામ કરતી હતી. 2021 થી એગ ડોનર તરીકે કામ શરુ કર્યું હતું. દેશના અલગ અલગ શહેરોમાં IVF સેન્ટરોમાં એગ ડોનર તરીકે કામ કરતી હતી. એગ ડોનેટ કરવાના ₹ 20 થી 25 હજાર મનીષાને મળતા હતા. જયારે એક બાળકની તસ્કરીમાં ₹ 1.5 લાખથી વધુ મળતા હતા. બિનલ સોલંકી સાથે મિત્રતા થતા બિનલ પણ એગ ડોનર તરીકે કામ શરૂ કર્યું હતું. જયેશ બેલદાર છૂટક મજૂરી કરતો અને તેની બહેન પણ એગ ડોનર તરીકે કામ કરતી હોવાથી જયેશ એ મનીષાના સમ્પર્કમાં આવ્યો હતો. સિદ્ધાર્થ જગતાપ ઉર્ફે સમાધાન એ બાળકોની તસ્કરીમાં એજન્ટ તરીકે અલગ અલગ રાજ્યોમાં કામ કરતો હોવાનો ખુલાસો થયો છે. મનીષાનો પતિ મહેશ સોલંકી પણ ગુનામાં સંડોવાયેલો છે. બધાજ શખ્સો અલગ અલગ IVF સેન્ટરો સાથે જોડાયેલ હતા અને સોશ્યિલ મીડિયા થકી એકબીજાના સંપર્કમાં હતા.
કેવી રીતે કર્યું બાળકીનું અપહરણ ?
ધોળકામાં બાગરીયા કોમ્યુનિટીનો એક ગરીબ પરિવાર જે રસ્તા પર રહેતો હતો જેમાં 7 મહિનાની બાળકી પણ હતી. મુખ્ય આરોપી મનીષા એ બિનલ અને જયેશ સાથે મળીને આ પરિવારની રેકી કરી હતી. અપહરણકર્તાઓ 30 જુલાઈની વહેલી સવારે આ બાળકીનું અપહરણ કરી અને અમદાવાદ લઇ આવ્યા. અમદાવાદથી લકઝરી બસમાં મુસાફરી કરી બાળકીને ઔરંગાબાદ લઇ જવામાં આવી હતી. ત્યાં બાળકીને ₹ 1.5 લાખમાં સમાધાનને વેચવાના હતા. ત્યારબાદ સમાધાન 2.5 થી 3 લાખ રૂપિયામાં બાળકીને ફરીથી વેચવાનો હતો. તે પહેલાજ પોલીસે બધાજ શખ્સોને ઝડપી પાડયા હતા.
5 વખત કરી હતી બાળકોની તસ્કરી
મુખ્ય આરોપી મનીષાએ કુલ 5 વખત બાળકોની તસ્કરી કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ 3 વખત હૈદરાબાદમાં અને 1 વખત મુંબઈમાં બાળકોની કરી હતી તસ્કરી. એગ ડોનર તરીકે કામ કરવા કરતા તસ્કરીમાં વધુ પૈસા મળતા હોવાથી આ કામ કરવામાં આવતું હતું. તસ્કરીમાં બાળકોની ઉંમર 15 દિવસથી 7 મહિના સુધીની હોવાનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2 વર્ષથી નાની વયના ગુમ થયેલ બાળકોની ફરિયાદનો ડેટા તપાસ કરતા આ 4 બાળકોની કોઈ ફરિયાદ ન મળેલ હોવાથી, બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી, કે માતા-પિતા દ્વારા મનીષાને આપવામાં આવતા હતા તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. મનીષા સમાધાનના સમ્પર્કમાં કેવી રીતે આવી, અગાઉ અપહરણ કરેલ ચાર બાળકો ક્યાં છે? , આંતરરાજ્યમાં બાળકોની તસ્કરીનું કોઈ રેકેટ સક્રિય છે કે કેમ ? કોઈ IVF સેન્ટરો આ તસ્કરીમાં શામેલ છે કે કેમ ? આ સમગ્ર બાબતે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.