NHIDCLના DIGને ત્યાં રેડ, CBI મળ્યો 'ખજાનો'
5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું અને કરોડોની સંપત્તિ જપ્ત કરી

CBI

CBI
કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું પગલું ભરતાં નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિજનલ ઓફિસર રીતેન કુમાર સિંહના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. CBIની ટીમે રીતેન સિંહના ઘર અને ઓફિસ પર CBIએ રેડ પાડી, જેમાં નોટોનો ભંડાર અને કરોડોની બેનામી સંપત્તિ મળી આવી છે.
10 લાખની લાંચ
આ સમગ્ર કાર્યવાહી ત્યારે શરૂ થઈ જ્યારે CBI એ 14 ઓક્ટોબરે રીતેન સિંહને એક ખાનગી કંપનીના પ્રતિનિધિ પાસેથી 10 લાખની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા. આ અધિકારીએ આસામ સ્થિત નેશનલ હાઈવે-37 સંબંધિત કોન્ટ્રાક્ટનો સમયગાળો વધારવા માટે આ લાંચની રકમ માંગી હતી. ત્યારબાદ CBIએ રીતેન અને ખાનગી કંપનીના પ્રતિનિધિ વિનોદ કુમાર જૈનની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: આણંદની ચરોતર બેંકનો 77 કરોડનો કૌંભાડી વિરેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
કરોડોના ખજાનાનો ઘટસ્ફોટ
CBIની આકરી પૂછપરછમાં રીતેન સિંહે લાંચ માંગી હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે ગુવાહાટી, ગાઝિયાબાદ અને ઈમ્ફાલ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ CBI રેડમાં કરોડો રૂપિયાની સંપત્તિ અને રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે. દરોડામાં જપ્ત કરાયેલું 'ખજાના'નું લિસ્ટ આ મુજબ છે, 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, અને 22 લક્ઝુરિયસ ઘડિયાળ.
બેનામી સંપત્તિના દસ્તાવેજ
સ્થાવર મિલકતની વાત કરીએ તો, દિલ્હી-NCRમાં 9 લક્ઝરી એપાર્ટમેન્ટ, એક પ્રીમિયમ ઓફિસ સ્પેસ અને 3 રહેણાંક પ્લોટના દસ્તાવેજો; ગુવાહાટીમાં 4 પ્રીમિયમ ફ્લેટ્સ અને 2 પ્લોટ્સ, બેંગલુરુમાં 1 લક્ઝરી એપાર્ટમેન્ટ અને 1 પ્લોટ, ઈમ્ફાલ વેસ્ટમાં 2 હોમસ્ટેડ પ્લોટ અને 1 ખેતીની જમીનના દસ્તાવેજો મળ્યા છે. આ ઉપરાંત, 6 હાઈ-એન્ડ લક્ઝરી ગાડીઓના ડોક્યુમેન્ટો, 2 મોંઘી ઘડિયાળો અને 100 ગ્રામની ચાંદીની બાર પણ જપ્ત કરવામાં આવી છે. આ મળી આવેલી બેનામી સંપત્તિની દસ્તાવેજી કિંમત વાસ્તવિક બજાર કિંમત કરતાં ઘણી વધુ હોવાનો અંદાજ છે.
આગળની કાર્યવાહી શરૂ
CBI દ્વારા જણાવાયું છે કે, દરોડામાં હાથ લાગેલી સંપત્તિ અને દસ્તાવેજો મોટાભાગે આરોપી અધિકારી અને તેના પરિવારના નામે ખરીદવામાં આવ્યા છે. CBIએ બન્ને આરોપીઓને ગુવાહાટીની સ્પેશિયલ CBI જજ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. આ CBI રેડ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારની ઝીરો-ટોલરન્સ નીતિ અને NHIDCL ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એક મહત્ત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!