ઘરમાં કલરકામ કરતા મજૂરે જ આપી ચોરીની ટીપ
દિવાળી પહેલાં કલરકામ કરતા મજૂરે જ ચોરીની ટીપ આપી, એક ગેંગે 4.62 લાખની ચોરી કરી
પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ
પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ
દિવાળીના તહેવારો નજીક આવતા લોકો પોતાના ઘરને કલરકામ અને રિનોવેશન કરાવતા હોય છે. આવા સમયે, ઘરમાં કામ કરવા આવતા અજાણ્યા મજૂરો પર ભરોસો કરવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે, તેનો ચોંકાવનારો કિસ્સો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં, એક કલરકામ કરતા મજૂરે જ ઘરફોડ ચોરીની ટીપ આપીને મધ્યપ્રદેશથી એક કુખ્યાત ગેંગને બોલાવી હતી, જેનો પર્દાફાશ થતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે.
પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ
ઘાટલોડિયા પોલીસે કાર્યવાહી કરીને કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી એક દેશી તમંચો તથા 7 કારતૂસ પણ જપ્ત કર્યા છે. ઘટનાની વિગતો અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી વર્ધમાનનગર સોસાયટીમાં એક ઘરમાંથી આશરે 4.62 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે સમયે આ ચોરી થઈ, તે સમયે ઘરમાં કલરકામ અને ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું.
આ પણ વાંચો: SBI બેંકમાં લૂંટ, 58 કિલો સોનું અને 8 કરોડની ચોરી
અન્ય સાથીદારોને આપી માહિતી
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, મૂળ મધ્યપ્રદેશનો અને હાલ ચાણક્યપુરીમાં રહેતો દેવ પરિહાર નામનો કલરકામ કરતો મજૂર જ આ ચોરીનો માસ્ટરમાઈન્ડ છે. તેણે જ ઘરના માલિકે કિંમતી દાગીના અને રોકડ ક્યાં રાખ્યા છે તેની ગુપ્ત માહિતી તેના અન્ય સાથીદારોને આપી હતી. દેવ પરિહારે મધ્યપ્રદેશના બિજોલીથી જીતેન્દ્રસિંહ કુશવાહ અને માધવસિંહ પરિહાર નામના 2 આરોપીઓને ખાસ અમદાવાદ બોલાવ્યા હતા.
પોલીસે મુદ્દામાલ સહિત તમંચો અને કારતૂસ કર્યા જપ્ત
આ બન્ને આરોપીઓ મધ્યપ્રદેશમાં લૂંટ, ધાડ અને ચોરી જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા છે. આ પાંચેય આરોપીઓએ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો મુદ્દામાલ, દેશી તમંચો અને કારતૂસ જપ્ત કર્યા છે. હાલ તમામ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેથી આ ગેંગની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મળી શકે. આ કિસ્સાએ દિવાળી પહેલાં લોકો માટે એક ચેતવણી સમાન છે કે, અજાણ્યા મજૂરો પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?