Surendranagar માં અસામાજિક તત્વોનો આતંક, ધોળા દિવસે યુવતીની ઘાતકી હત્યા!
વઢવાણમાં એક યુવકે સરેઆમ યુવતી પર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી...

યુવતીની ઘાતકી હત્યા...

યુવતીની ઘાતકી હત્યા...
સુરેન્દ્રનગરના વઢવાણ શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર ન હોવાનો વધુ એક ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં ધોળા દિવસે, ભરચક વિસ્તારમાં એક યુવતીને જાહેરમાં છરીના અસંખ્ય ઘા ઝીંકીને અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય, આક્રોશ અને અસુરક્ષાનો માહોલ છવાઈ ગયો છે.
સરેઆમ હત્યાનો કરુણ બનાવ...
પ્રાથમિક વિગતો મુજબ, યુવતી પસાર થઈ રહી હતી ત્યારે એક હુમલાખોરે અચાનક તેના પર તૂટી પડ્યો. લોકોની નજર સામે જ, આ હુમલાખોરે યુવતી પર છરીના આડેધડ અને જીવલેણ ઘા ઝીંક્યા હતા, જેના કારણે યુવતી ત્યાં જ લોહીલુહાણ થઈ ઢળી પડી હતી અને તેણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ ભયાવહ દ્રશ્ય જોઈને જાહેરમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે અફરાતફરી સર્જાઈ હતી.
હત્યારો ફરાર, પરિવારજનોનો પ્રચંડ રોષ...
યુવતીની હત્યા કરીને નરાધમ હત્યારો ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો છે. વઢવાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હત્યારાને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ ગોઝારી ઘટનાથી હતપ્રભ થયેલા મરણ જનાર યુવતીના પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ઝડપાઈ નહિ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કડક ઇનકાર કરી દીધો છે.
પોલીસનો મોટો કાફલો તૈનાત...
યુવતીના પરીવારજનો, સગાં-સંબંધીઓ અને પરિચિતોના વિશાળ ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે, જેના કારણે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ દળનો મોટો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જાહેરમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.