છત્તીસગઢમાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત, 3ના મોત
ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને બોલેરોએ કચડતા 3ના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ
ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત
ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત
છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓના એક મોટા ટોળાને એક તેજ રફતાર બોલેરો ગાડીએ કચડી નાખતા 3 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મૃતકોમાં 2 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે.
બોલેરો કારે અનેકને કચડ્યા
આ દુર્ઘટના રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બગીચા પોલીસ સ્ટેશન વિસ્તારના જુરુડાંડ ક્ષેત્રમાં બની હતી, જ્યાં ગણેશ વિસર્જન કાર્યક્રમ માટે શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે હાઈ-વે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, એક બેકાબૂ બોલેરો કારે ભીડમાં ઘૂસીને અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ગભરાટ અને ચીસાચીસનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા
આ ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે અંબિકાપુર રિફર કરવામાં આવ્યા છે. જશપુરના ધારાસભ્ય રાયમુની ભગત, કલેક્ટર, SP અને SDM સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ દુર્ઘટનાએ 4 વર્ષ પહેલાની એવી જ એક ઘટનાની યાદ તાજી કરી દીધી છે. ઓક્ટોબર 2021માં, જશપુરમાં જ દુર્ગા વિસર્જન દરમિયાન એક કારે લોકોને કચડી નાખ્યા હતા. તે સમયે પણ લોકો શાંતિપૂર્ણ રીતે ભજન ગાતા જઈ રહ્યા હતા, અને તે સમયે પણ એક કારે આવીને ડઝનબંધ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?