ગુજરાતમાં બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો પર્દાફાશઃ 23 શખ્સોની ધરપકડ
હરિયાણાના શખ્સોએ ગુજરાતીઓને નાગાલેન્ડ, મણીપુરના બોગસ લાયસન્સ આપ્યા હતા

ગુજરાત ATSએ 108 શખ્સો સામે ફરિયાદ નોંધી 21 હથિયાર સાથે 624 કારતૂસ કબજે કર્યા

ગુજરાત ATSએ 108 શખ્સો સામે ફરિયાદ નોંધી 21 હથિયાર સાથે 624 કારતૂસ કબજે કર્યા
નાગાલેન્ડ અને મણીપુરના સરનામા દર્શાવી ગુજરાતીઓને બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડનો ATSએ પર્દાફાશ કર્યો છે. ATSએ 21થી વધુ હથિયારો અને 624 કારતૂસ કબજે લઈ તપાસ હાથ ધરી છે. હરિયાણાના શખ્સોએ મણીપુર અને નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. ATSએ 108 શખ્સો સામે ફરિયાદ નોંધી 23 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય શખ્સોને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
ગુજરાત ATSએ બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના ગુનામાં વધુ 16 શખ્સોને ઝડપી લીધા છે. ATSએ 8 એપ્રિલે પણ 7 શખ્સોની 6 હથિયાર અને 135 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. 7 શખ્સોની ધરપકડ બાદ રિમાન્ડ ઉપર લેતાં વધુ 16 શખ્સો ઝડપાયા છે.
અનિલ ગૌરીશંકર રાવલ, અરજણ વિહા ભરવાડ, ભરત રામા ભરવાડ. દેહુલ રાજુ ભરવાડ, દેહુર બચુ ભોકરવા, જનક બલુ પટેલ, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખા રઘુ ભરવાડ, મનિષ રમેશ રૈયાણી, નિતેશ ભાયા મીર, રમેશ ભોજા ભરવાડ, રીશી ઉમેશ દેસાઈ, સમીર ભીખુ ગધેથરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંડા ભરવાડની ધરપકડ કરી છે.
8 એપ્રિલે ATSએ સેલા બોળીયા, વિશાલ પંડ્યા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, સદ્દામ હુસૈન, બ્રિજેશ ઉર્ફે બિહુ મહેતા અને મુકેશ બાંભાની ધરપકડ કરી હતી. હાલમાં પકડાયેલા 16 શખ્સો અગાઉ પકડાયેલા 7 શખ્સો સાથે ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં સંપર્કમાં આવ્યા હતા. હથિયાર જોઈ પ્રભાવિત થઈ પોતાના માટે પણ લાયસન્સ પરવાનો લેવા વાત કરી હતી. 16 શખ્સોએ ગુજરાત બહારના રાજ્યમાંથી 5 લાખથી લઈને 25 લાખની રકમ ચુકવી બોગસ લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા. આ તમામ શખ્સોએ આંગડિયા અથવા બેંક મારફતે પૈસા ચૂકવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અગાઉ ઝડપાયેલા 7 શખ્સો ગ્રાહકોને આકર્ષવા ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં કમર પર હાથિયાર લટકાવીને શૉ ઓફ કરતા હતા. જે જોઈને પૂછનાર લોકોને હથિયારનું લાયસન્સ કેવી રીતે મળી શકે તેની પ્રક્રિયા સમજાવતા હતા. આધારકાર્ડ, 3 વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન સહિતના દસ્તાવેજ મેળવી થોડા દિવસોમાં બોગસ લાયસન્સ અને હથિયાર અપાવી દેતા હતા. જેના માટે નક્કી કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી.
એટીએસની તપાસ દરમિયાન બોગસ લાયસન્સ અને હથિયાર મેળવવા માટે ચુકવેલા નાણાની વિગતો પણ સામે આવી છે. અનિલ રાવલે 4.50 લાખ, અરજણ ભરવાડે 3.20 લાખ, ભરત ભરવાડે 3.50 લાખ, દેહુલ ભરવાડે 7 લાખ, દેહુર ભોકરવાએ 9 લાખ, જનક પટેલે 10.10 લાખ, જય પટેલે 9 લાખ,
જગદીશ ભુવાએ 8.50 લાખ, લાખા ભરવાડે 3.50 લાખ, મનિષ રૈયાણીએ 10 લાખ, નિતેશ મીરએ 50 હજાર, રીશી દેસાઈએ 7 લાખ, સમીર ગધેથરિયાએ 4.50 લાખ, વિરાજ ભરવાડે 4.50 લાખ અને વિરમ ભરવાડે 3 લાખ ચૂકવ્યા હતા.
16 શખ્સોએ કબૂલાત કરી છે કે, લાયસન્સ અને હથિયાર અગાઉ પકડાયેલા 7 શખ્સો થકી મેળવ્યા હતા. અગાઉ પકડાયેલા 7 શખ્સોએ હરિયાણાના નૂહમાં સૌકતઅલી ફારૂકઅલી સોહિમઅલી અને આસિફ નામના શખ્સોએ નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાયસન્સ મેળવી આપ્યા હતા. હરિયાણાના શખ્સોએ 37 લોકોને બોગસ હથિયાર લાયસન્સ આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં નાગાલેન્ડ અને મણિપુરના અધિકારીઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે.
બોગસ લાયસન્સ કૌભાંડમાં ATSએ 108 શખ્સો સામે ફરિયાદ નોંધી 23 શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આ કૌભાંડમાં ગુજરાતના નામચીન લોકો અને સેલિબ્રિટીઓ પાસે બોગસ હથિયાર લાયસન્સ હોવાની શક્યતા છે.
બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ઝડપાયેલા શખ્સોનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. અર્જુન અલગોતર સામે વર્ષ 2015માં અડાલજ પોલીસ સ્ટેશનમાં લૂંટનો તેમજ વર્ષ 2021માં ક્રાઈમ બ્રાન્ચમાં ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધાયો હતો. જ્યારે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 થી 2020માં મારામારીનો ગુનો નોંધાયો છે.
સેલા ભરવાડ સામે આંકલાવ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019-20માં ફાયરિંગ અને વિરમગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. મુકેશ ભરવાડ સામે વર્ષ 2016માં વટવા GIDC પોલીસ સ્ટેશનમાં મારામારીનો અને વર્ષ 2019માં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવાનો ગુનો નોંધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.