સુરતના દુષ્કર્મના કેસમાં ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ
બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
સુરતના દુષ્કર્મના કેસમાં ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. આદિત્ય વોર્ડ નંબર 8નો ભાજપનો મહામંત્રી છે. તેની સાથે તેના મિત્ર ગૌરવસિંઘની પણ ધરપકડ કરાઇ છે. બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળી રહેલી માહિતી સુરતમાં દુષ્કર્મના કેસમાં ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. આદિત્ય સાથે તેના મિત્ર ગૌરવ સિંધની પણ ધરપકડ કરાઇ છે. બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બંને જણા યુવતીને 23 વર્ષીય યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઇ ગયા હતા અને બંનેએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો.
બંને નરાધમો યુવતીને ડુમસ ફરવા જવાના નામે લઇ ગયા હતા અને ત્યારબાદ કોલ્ડ્રિંક્સમાં કેફી પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બંને નરાધમો યુવતી પર ગેંગરેપ ગુજાર્યા બાદ યુવતીને કારમાં બેસાડીને લઇ ગયા હતા અને તેને તેના ઘર પાસે ઉતારી દીધી હતી. યુવતીની ફરિયાદના આધારે સુરત પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી હતી. પોલીસ બંનેની તપાસ કરી રહી છે અને બંનેનો મેડિકલ ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.