247 કરોડના સાયબર ફ્રોડમાં બનાસકાંઠાના શખ્સો ઝબ્બે
ગાંધીનગર સાયબર સેલે પાટણથી બે શખ્સોને ઝડપી 247 કરોડના છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો

ગાંધીનગર સાયબર સેલે પકડેલાં બનાસકાંઠાના બંને શખ્સો

ગાંધીનગર સાયબર સેલે પકડેલાં બનાસકાંઠાના બંને શખ્સો
ગુજરાતમાં વધતા સાયબર છેતરપિંડીના કિસ્સાઓ વચ્ચે ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે. CID ક્રાઇમ અને સેન્ટર ઓફ એક્સલન્સની સંયુક્ત ટીમે પાટણથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓએ અત્યાર સુધીમાં આશરે ₹247 કરોડના સાયબર ફ્રોડ આચર્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 5 લાખ રોકડ અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે, જ્યારે દુબઇમાં રહેલા મુખ્ય આરોપી સાગરને પકડવા તજવીજ ચાલી રહી છે.
ટેલિગ્રામ ગ્રુપ મારફતે ફ્રોડની ગતિવિધિ
આરોપીઓએ ‘મારિયો પે’ અને ‘સૂપર પે’ નામના ટેલિગ્રામ ગ્રુપ મારફતે ફ્રોડનો નેટવર્ક ચલાવ્યો હતો. તેમણે પોતાના તથા અન્ય લોકોના નામે અનેક બેંક એકાઉન્ટ ખોલાવીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ એકાઉન્ટોનો ઉપયોગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, જોબ ફ્રોડ અને ટાસ્ક-બેઝ્ડ છેતરપિંડી માટે થતો હતો.
OTP ફોરવર્ડ એપથી ખાતામાં પૈસા જમા
આરોપીઓએ ફિઝિકલ સિમકાર્ડ આપવાના બદલે સિમની વિગતો આપી અને થર્ડ પાર્ટી OTP ફોરવર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે દરેક ટ્રાન્જેક્શનના OTP સીધા તેમની પાસે પહોંચતા હતા અને તેઓ સહેલાઈથી પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા.
ભારતભરમાં 542 ફરિયાદો, ગુજરાતમાં 70 કેસ
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પરથી ચકાસણી કરતા જાણવા મળ્યું કે આ એકાઉન્ટો સાથે ભારતભરમાં 542 સાયબર ફ્રોડ કેસ જોડાયેલા છે, જેમાંથી ગુજરાતના 70 કેસોનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ આ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી પછી કમિશનના રૂપમાં મોટી રકમ લેતા હતા.
દુબઇ કનેક્શન અને આરોપીઓની ઓળખ
પોલીસ મુજબ બંને આરોપીઓ દુબઇમાં રહેલા સાયબર ફ્રોડ માસ્ટરમાઇન્ડ સાગર સાથે સીધા જોડાયેલા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ છે:
દિલીપ શંકરભાઇ ચૌધરી, કસરા, જોષીવાસ, કાંકરેજ, બનાસકાંઠા
શૈલેષ શંકરભાઇ ચૌધરી, કસરા, જોષીવાસ, કાંકરેજ, બનાસકાંઠા
સાયબર સેલની કાર્યવાહીથી ગુજરાતમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લો ધીમે ધીમે ગુજરાતનો જામતાડા બનવા જઈ રહ્યો હોય તેમ સાયબર ફ્રોડના અનેક કેસો સામે આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!