40 વિદ્યાર્થીઓએ કેમ પોતાની જાતે હાથ-પગ પર બ્લેડના કાપા માર્યા
બગસરાના મોટા મુંજીયાસર ગામની રાજ્યભરના વાલીઓ અને શિક્ષકોને ચિંતા પ્રેરે એવી ઘટના

શિક્ષકોએ છાત્રોને ધમકાવ્યા ઘરે મા-બાપને વાત કરતા નહી

શિક્ષકોએ છાત્રોને ધમકાવ્યા ઘરે મા-બાપને વાત કરતા નહી
બગસરાના મોટા મુંજીયાસર ગામની રાજ્યભરના વાલીઓ અને શિક્ષકોને ચિંતા પ્રેરે એવી ઘટના સામે આવી છે..બગસરાના મોટા મુંજીયાસરની પ્રાથમિક શાળામાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે.
ધોરણ 7મા ભણતો એક છાત્ર બગસરાથી આવે છે. જેણે વીડિયો ગેમમાથી પ્રેરણા લઇ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપુ અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે માસુમ ભુલકાઓ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા હતા. બાદમાં તેમાં ધોરણ 5ના છાત્રો પણ જોડાયા હતા. અને જોતજોતામા શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી ખુદને ઘાયલ કરી લીધા હતા.
શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી હતી કે ઘરે કોઇને વાત કરતા નહીં. જેને પગલે માસુમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી. જે કોઇ વાલીએ પુછપરછ કરી તેમને રમતા રમતા વાગી ગયુ છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કુલમાં જઇ પુછપરછ કરાઇ હતી.મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સીપાલ દ્વારા વાલી મિટીંગ પણ બોલાવવામા આવી હતી અને છાત્રો પાસે અમારી ભુલ થઇ ગઇ, હવે આવુ નહી કરીએ એવુ લખાણ લેવાયુ હતુ. જો કે ગામના સરપંચ જયસુખ ખેતાણી ઉપરાંત રસીક રાઠોડ, શૈલેષ સતાસીયા, મયુર પરમાર, રહેમ પરમાર, મનુભાઇ રાઠોડ, એન.એન.રાઠોડ, ડી.એમ.ચૌહાણ વગેરેએ આજે બગસરા પોલીસ મથકે દોડી જઇ બાળકોના હાથ પર બ્લેડથી થયેલા હુમલા અંગે ઉંડી તપાસની માંગણી કરી હતી.

ઘાયલ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7મા અભ્યાસ કરી રહ્યાં છે. શાળા સંચાલકોએ જવાબદારી પરથી હાથ ખંખેરવા ઉપરાંત હવેથી બાળકોની તમામ જવાબદારી વાલીની રહેશે તેવુ લખાણ લેવા પણ પ્રયાસ કર્યો હતો. માસુમ છાત્રોના હાથમા મોબાઇલ કેટલો જોખમી બની રહ્યો છે તેના આ ગંભીર ઉદાહરણથી વાલીઓ ચિંતિત છે.
મોટા મુંજીયાસરના સરપંચ જયસુખ ખેતાણીએ પોલીસને અરજી આપી આ પ્રકરણમા શાળાના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી હોય આ ગુનાહિત બેદરકારી માટે કાર્યવાહીની માગ કરી હતી.
આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઇજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે જે તપાસનો વિષય છે. ઉપરાંત આ ઘટના બાદ એકપણ બાળકને ધનુર ઇન્જેક્શન આપવાની તસ્દી લેવાઈ નહોતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.