સુરતમાં ધોળા દિવસે બાળકના અપહરણનો પ્રયાસ
પોલીસે 200 CCTV ચેક કરી ગણતરીના કલાકોમાં યુપીના આરોપીને ઝડપ્યો

ધોળા દિવસે બાળકના અપહરણનો પ્રયાસ

ધોળા દિવસે બાળકના અપહરણનો પ્રયાસ
સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જોકે સુરત પોલીસની અસાધારણ સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે આ મોટો ગુનો થતા પહેલા જ અટકી ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી નિર્દોષ બાળકને મુક્ત કરાવ્યું હતું.
ઉધના વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા એક 3 વર્ષીય બાળકને એક શખસ ઉઠાવી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક તપાસ શરૂ કરી. પોલીસે આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને અપહરણકારનો પીછો કર્યો હતો.
સઘન તપાસના અંતે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવી તેના વાલીને સોંપ્યું હતું.
પોલીસને શંકા છે કે બાળકના વાળ લાંબા હોવાના કારણે આરોપીએ તેને ભૂલથી બાળકી સમજીને બદઇરાદાથી અપહરણ કર્યું હશે.
ઝડપાયેલા આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં પોતાનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું, પરંતુ પોલીસે સખત પૂછપરછ કરતા તેનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું સામે આવ્યું હતું. આરોપી માત્ર એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશ (યુપી) થી સુરત આવ્યો હતો. સુરત પોલીસે સાબિત કર્યું કે ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય, પણ શહેરના CCTV અને પોલીસની નજરથી બચી શકતો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!