વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી 66 લાખની ઠગાઈનો પ્રયાસ
'પાકિસ્તાન-અફઘાનીસ્તાનમાં ટેરર ફંડિંગ કરો છો' કહી 9 દિવસ સુધી વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કર્યા

મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે સમયસર પહોંચીને સાયબર ગઠીયાના કારસાને નિષ્ફળ બનાવ્યો

મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે સમયસર પહોંચીને સાયબર ગઠીયાના કારસાને નિષ્ફળ બનાવ્યો
મહેસાણામાં સાયબર ગઠીયાઓએ રમેશચંદ્ર પટેલ નામના વૃદ્ધને 9 દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ' કરી ₹66 લાખથી વધુની છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો. સાયબર ગઠીયાઓએ વૃદ્ધને મુંબઈમાં તેમના નામે એકાઉન્ટ છે તેમાંથી પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ થઈ રહ્યું છે અને તમારા નામનું ધરપકડ વોરંટ નીકળ્યું છે કહીને ડરાવ્યા હતા. તેથી વૃદ્ધે FD તોડાવીને પૈસા ભેગા કર્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે સમયસર પહોંચીને સાયબર ગઠીયાઓના કારસાને નિષ્ફળ બનાવી વૃદ્ધને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા.
મહેસાણામાં પરા વિસ્તારમાં રહેતા રમેશ પટેલને 12 ડિસેમ્બર, 2025ના રોજ ફોન આવ્યો હતો. અજાણ્યા શખ્સે ફોન પર કહ્યું કે, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે. ત્યારબાદ તમારો ફોન બીજા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાય છે એવું કહ્યું હતું. કોલ ટ્રાન્સફર કરાયા બાદ અજાણ્યા શખસે કહ્યું કે, તમારા નામે મુંબઈમાં એક સીમકાર્ડ ચાલુ છે અને તમારા આ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે.
તમારૂ સીમકાર્ડ મુંબઈની કેનેરા બેન્કના એક એકાઉન્ટમાં પણ કનેક્ટેડ છે. એકાઉન્ટમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુકે અને યુએસએમાં આતંકવાદી માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એકાઉન્ટનો ઉપયોગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ માટે થઈ રહ્યો છે. ગઠિયાઓએ ધરપકડ વોરંટ નીકળ્યું હોવાની ધમકી આપી વીડિયો કોલ દ્વારા સતત 9 દિવસ 'ડિજિટલ અરેસ્ટ' રાખ્યા હતા.
રમેશ પટેલે કહ્યું કે, ધરપકડ વોરન્ટ કેન્સલ કરાવવા તમારે અમને રૂપિયા આપવા પડશે તેમ ગઠીયાએ કહ્યું હતું. આ સાંભળી મારી પાસેના રૂપિયા અને FD તોડાવી આરોપીઓને આપવા 66 લાખથી વધુની રકમ ભેગી કરી હતી. હું મારી બચત 'વેરિફિકેશન'ના નામે સાયબર ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહ્યો હતો. જો કે, મને જાણવા મળ્યું કે, તેમના જેવી જ ઘટના અમદાવાદમાં બની છે. મને આખી ઘટના નાટક લાગતા મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી. તેથી પીએસઆઈ નારાયણ સિંહ ચાવડા તાત્કાલિક ઘરે પહોંચી ગયા હતા.
સાયબર ક્રાઈમ પોલીસના PSI નારાયણ સિંહ ચાવડાએ વૃદ્ધના ઘરે પહોંચી વૃદ્ધને સમજાવ્યા હતા અને વીડિયો કોલ કાપી ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા. ડિજિટલ એરેસ્ટ થયેલા વૃદ્ધ ઘરમાં વાતો કરતા હતા. તે સમયે પોલીસ આવી જતા આરોપીઓએ ફોન મ્યૂટ કરી દીધો હતો. પોલીસે વીડિયો કોલ કાપીને તેમને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!