ભાજપના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ
વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો

યોગેશ પટેલ ધારાસભ્ય માંજલપુર વડોદરા

યોગેશ પટેલ ધારાસભ્ય માંજલપુર વડોદરા
સમગ્ર દેશમાં સાયબર ગઠીયાઓ બેફામ બન્યા છે. દરરોજ ડિજિટલ અરેસ્ટ કરવાના કિસ્સા જોવા મળી રહ્યા છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો સાયબર ઠગોએ પ્રયાસ કર્યો હતો. ભાજપના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી છે.
રાજ્યમાં સાયબર ક્રાઇમની ઝપેટમાં હવે હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ પણ આવી રહી છે. સાયબર ગઠીયાએ હવે ભાજપના એક નેતાને નિશાન બનાવ્યા છે. રવિવારે વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે ડિજિટલ અરેસ્ટનો કિસ્સો બન્યો હતો. રવિવારે બપોરે યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફોન આવ્યો હતો. સાયબર ઠગે ફોન કરીને તેમને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યની સતર્કતા અંગે ઠગને જાણ થતાં ફોન કાપી નાખ્યો હતો.
ધારાસભ્ય યોગેશ પટેલને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનાર શખ્સે પોતાનો પરિચય આપી મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપ્યો હતો. બાદમાં ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સાયબર ગઠીયાએ ધારાસભ્યને કહ્યું કે, 'તમારા વિરુદ્ધ નોટિસ નીકળી છે અને તમારે ડિજિટલ એરેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.'
ધારાસભ્ય યોગેશ પટેલને નિશાન બનાવી સાયબર ઠગના કૉલ પર મુંબઈ પોલીસનો લોગો દેખાયો હતો. જેથી સામેની વ્યક્તિ પણ ભયભીત થઈ જાય. કોલ કરનાર શખ્સ હિન્દીને બદલે ગુજરાતીમાં વાત કરી રહ્યો હતો. મુંબઈ પોલીસનો અધિકારી શુદ્ધ ગુજરાતીમાં વાત કરતો હોવાથી યોગેશ પટેલને શંકા ગઈ હતી. ત્યારબાદ યોગેશ પટેલે જડબાતોડ જવાબ આપ્યો હતો.
સાયબર ગઠીયાએ નોટિસની વાત કરી ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. તે સમયે યોગેશ પટેલે જવાબ આપી ઠગને પરખાવી દીધું કે, “ભાઈ, તું જે સ્કૂલમાં ભણ્યો છે ને, એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું!” ધારાસભ્યનો આ જવાબ સાંભળતા જ સાયબર ઠગના હોશ ઊડી ગયા હતા અને તેણે તાત્કાલિક ફોન કાપી નાખ્યો હતો.
આ ઘટના અંગે ધારાસભ્ય યોગેશ પટેલે તરત જ વડોદરા પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કરી હતી. તેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે કૉલ પર દેખાતો મુંબઈ પોલીસનો લોગો પણ નકલી હતો. પહેલાં સાયબર ગઠીયાઓ સામાન્ય માણસોને નિશાન બનાવતાં હતા. પરંતુ હવે નેતાઓ પણ સાયબર માફિયાના નિશાને આવતાં હોવાથી મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
યોગેશ પટેલે જણાવ્યુ કે, મેં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરીને જાણ કરી છે. આ ઉપરાંત વિનંતી કરી છે કે, વડોદરા શહેરમાં અને રોડ પર લારીઓમાં સીમકાર્ડ ખુલ્લેઆમ વેચાય છે. સીમકાર્ડ કંપનીમાં જ વેચાણ થાય એવું કંઈક કરો. જેમ બેંકમાં એકાઉન્ટ ખોલાવે તેમજ સીમકાર્ડ ખરીદવા માટે 2 સાક્ષી હોવા જોઈએ અને તે પણ કોઈ સ્થાનિક સાક્ષી હોવો જોઈએ. જેથી, કરીને કોઈ બોગસ ડોક્યુમેન્ટ્સથી સીમકાર્ડ ન મેળવી શકે.
તેમણે ઉમેર્યુ કે, લારી પરથી સીમકાર્ડ લેવું ઘણું જોખમી છે. આ લોકો આપણું આધારકાર્ડ અને બીજી વિગતોનો દુરૂપયોગ કરી શકે છે. લારી વાળા કાર્ડ કાઢે એટલે બધું બોગસ જ હોય. સીમકાર્ડ માત્ર કંપનીના ઓથોરાઈઝ ડેપો પરથી મળવા જોઈએ. અત્યારે દરરોજ કેટલાય ઘણા લોકો છેતરાઈ રહ્યા છે. તેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!