અમદાવાદ શહેર પોલીસને લાંછન લગાડતો વધુ એક તોડકાંડ!
ઓમાનથી આવેલા આદિપુરના યુવકને ગોંધી રાખી ₹20 હજારનો તોડ કર્યાની ફરિયાદ
ત્રણ દિવસમાં 10 પોલીસ કર્મચારીના તોડકાંડથી અમદાવાદ પોલીસની આબરૂનું ધોવાણ
ત્રણ દિવસમાં 10 પોલીસ કર્મચારીના તોડકાંડથી અમદાવાદ પોલીસની આબરૂનું ધોવાણ
અમદાવાદ શહેર પોલીસને લાંછન લગાડતો વધુ એક તોડકાંડ બહાર આવ્યો છે. ઓમાનથી આવેલા આદિપુરના યુવકને ગોંધી રાખી રૂપિયા 20 હજારનો તોડ કર્યાની ચાર પોલીસ કર્મચારીઓ સામે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન 10 પોલીસ કર્મચારીનો તોડકાંડ બહાર આવતાં અમદાવાદ પોલીસની આબરૂનું ધોવાણ થયુ છે. આ તમામ કિસ્સા પરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે, ગુનેગારોને પકડીને નાગરિકોને સુરક્ષા આપવાનું કામ કરતી પોલીસ જાણે કે ગુનેગાર બની ગઈ હોય તેમ બેફામ રીતે નાગરિકો પાસેથી તોડ કરી રહી છે.
કચ્છ જિલ્લાના આદિપુરના પંકજ ગોરધનભાઈ ભાટીયા ઓમાનના મસ્કતમાં ખાનગી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેઓ 18 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 07.45 વાગ્યે મસ્કતથી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા. અમદાવાદ એરપોર્ટથી 08.15 વાગ્યે તેમના મામાના દીકરા કિશન ભાટિયા અને ડ્રાઈવર સાથે તેઓ આદિપુર જવા નીકળ્યા હતા. અમદાવાદ શહેરના એસ.પી. રીંગ રોડ ઉપર થઈ જતી વખતે વૈષ્ણોદેવી સર્કલ પહેલા બે પોલીસ કર્મચારીઓએ કાર રોકી હતી. આ સમયે વર્દી પહેરેલાં બે અને સિવિલ ડ્રેસમાં બે કર્મચારીઓએ ડ્રાઇવર રણજીત બાજીગરની પૂછપરછ કરી હતી. ત્યારબાદ સામાન ચેક કરતાં બેગમાંથી બે લીકરની બોટલ મળી હતી.
મસ્કતથી ડ્યુટી ફ્રી પરમીટવાળી બોટલ હોવાનું કહેવા છતાં તેઓએ તેમની બોલેરો ગાડીમાં બેસાડી નિરમા યુનિવર્સિટીની પાછળના ભાગે આવેલી અવાવરૂ જગ્ચા ઉપર લઈ ગયા હતા. ત્રણેય પોલીસ કર્મચારીઓએ કાયદેસરની ફરિયાદ કરી જેલ ભેગો કરવાની ધમકી આપી તારો પાસપોર્ટ જમા કરાવવો પડશે તેમ કહી મને ડરાવવા લાગ્યા હતા. વિનંતી કરવા છતાં તેઓ કોઈપણ વાત માનવા તૈયાર ન હતા. ત્યારબાદ પંકજ ભાટીયાને ધમકાવતાં કેસ પતાવવા માટે રૂપિયા એક લાખ આપવા તૈયાર થયા હતા. રકઝકના અંતે રૂપિયા દોઢ લાખ આપવાનું નક્કી થયું હતું.
નક્કી કરેલા પૈસા આંગડિયાથી મંગાવવા પડશે તેમ જણાવી ફરિયાદીના મામાનો દીકરો કિશન રિક્ષામાં બેસીને લેવા નીકળ્યો હતો. બાદમાં ત્રણ કર્મચારીમાંથી બે જણાએ બહાર નીકળી જણાવેલ કે હવે અમારે ભલામણ આવે છે એટલે વધારે નહીં પણ 20 હજાર રૂપિયા કરી આપો. તેથી 8 હજાર રોકડ અને બીજા 12 હજાર તેમના મામાના દીકરા કિશનનું એટીએમ કાર્ડ લઈ HDFC બેન્કના એટીએમમાંથી ઉપાડી ₹20 હજાર આપ્યા હતા. જ્યારે તેમની પાસે રહેલી બંને લીકરની બોટલ પણ પડાવી લીધી હતી.
ત્યારબાદ ડ્રાઈવર અને ફરિચાદી કાર લઈને નીકળી ગયા હતા. આગળ ગયા બાદ તેમના મામાના દીકરા કિશનને ચાંદલોડિયાથી બેસાડી આદિપુર ગયા હતા. આ ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતાં તેમમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈને તપાસ કરીને ફરિયાદ નોંધવા સૂચના આપી હતી. તેથી પીઆઈએ ભોગ બનનાર પંકજ ભાટીયાને સમગ્ર ઘટના અંગે લેખિત ફરિયાદ આપવા સૂચના આપી હતી. પંકજ ભાટીયાએ લેખિતમાં ફરિયાદ આપતાં ચાંદખેડા પોલીસે અજાણ્યા ચાર પોલીસ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ભાવનગરના વેપારી પાસેથી 1.80 લાખ પડાવ્યા
ભાવનગરના વેપારીને ધમકાવીને રૂપિયા 1.80 લાખ પડાવી લીધાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના અને સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી હતી. ભાવનગરના વેપારીને ગોતા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ અને સાબરમતી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ ધમકી આપી પૈસા પડાવી લીધાનું સામે આવ્યું છે. વેપારી પાસે વેપારના પૈસા હોવા છતાં ડરાવી પૈસા પડાવી લઈ બંને પોલીસકર્મી ફરાર થઈ ગયા હતા. વેપારીએ સોલા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ નોંધવાના બદલે સમજાવી ભાવનગર મોકલી દેવામાં આવ્યા હતા.
મુંબઈના વેપારી પાસેથી 5.88 લાખ પડાવ્યા
મુંબઈમાં મીરા-ભાયંદર રોડ પર રામદેવ એન્કલેવમાં રહેતાં વજેરામ ગુર્જર મૂળ રાજસ્થાનના વતની છે. 17 ઓગસ્ટે વજેરામ અને તેનો કૌટુંબિક ભાઈ દિનેશ ગુર્જર કાર લઈને રાજસ્થાનથી મુંબઈ જઈ રહ્યા હતા. સાંજના ચાર વાગ્યાની આસપાસ એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે પોલીસ કર્મચારીએ વજેરામની કાર રોકી હતી. ગાડીનું ચેકિંગ કરતાં શંકાસ્પદ ચીજવસ્તુ મળી નહોતી. ત્યારબાદ વજેરામ અને દિનેશને કારમાંથી ઉતારીને મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની આઇડી છે અને તું સટ્ટો રમે છે. તારા પર કેસ કરી તને અમે જેલમાં નાખીશું. તેમ કહી 20 લાખ રૂપિયા આપવાની ધમકી આપી હતી. તેથી અજાણ્યા શખ્સના યુપીઆઈ કોડ ઉપર વજેરામ અને તેના ભાઈએ 4.88 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 5.88 લાખનો તોડ થઈ ગયા બાદ પોલીસ કર્મચારીઓએ દિનેશ અને વજેરામને જવા દીધા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?