રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ
20 વર્ષથી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઈમા ઝડપાઈ

ધતિંગ લીલાનો પર્દાફાશ

ધતિંગ લીલાનો પર્દાફાશ
રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. જન વિજ્ઞાન જાથા દ્વારા 1267મો પર્દાફાશ કરવામા આવ્યો છે. જેમાં જેતપુરના જેપુર ગામે છેલ્લા 20 વર્ષથી ભૂઇ મા તરીકે કામ કરતા અને દશામાનો મઢ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પૂનમ ભરવા માટેનું કહેતા હતા અને ભભૂતિ આપતા હતા. જે માટે રૂ. 5,000થી રૂ. 20,000 લેતાં હતા. દર મહિને 1,000 જેટલા લોકો દાણા જોવડાવવા આવતા હોવાની કબૂલાત ભૂઇ માએ પોલિસ સમક્ષ આપી છે.
આજે જ્યારે એક પીડિતાના ઘરે ઘરકંકાસ દૂર કરાવવા માટે સાસરિયા દ્વારા ભૂઈ માને ઘરે બોલાવવામાં આવી અને આ ભુઇ મા સવારથી પરિણીતા પર વિધિ કરતા હતા. જેનાથી કંટાળીને પરિણીતાએ જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને ભુઇ માનો પર્દાફાશ થયો. પીડિતાએ રડતા રડતા કહ્યું કે, અત્યાર સુધીમાં મારા પતિ સહિતનાં સાસરિયાં દ્વારા 3 ભુવાને બોલાવવામાં આવેલા છે અને આ ચોથા ભૂઇ મા છે. એક ભુવા સાથે તો મને સ્નાન પણ કરાવડાવ્યું હતું.
રાજકોટમાં રહેતી પીડિતા સાસરિયા વાળાના ભૂવાના ત્રાસથી કંટાળી ગઈ હતી. જેથી જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. જેમાં લોકોને ઠગતી ભૂઇ માનો પર્દાફાશ થયો હતો. પીડિતાએ કહ્યું હતું કે, હું આ પરિવારને નડી રહી છું તેવું સાસરિયાને લાગી રહ્યું છે. જેથી ભૂવાઓના ત્રાસથી હું કંટાળી ગઈ છું. અત્યાર સુધીમાં પરિવાર દ્વારા 60 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને તે વ્યાજે લેવામાં આવ્યા હતા અને તેનું વ્યાજ પણ હું ભરી રહી છું. જોકે માલવિયા નગર પોલીસ મથક ખાતે પોલીસની હાજરીમાં ભૂઇ મા દ્વારા જાથા સમક્ષ ખાતરી આપવામાં આવી હતી કે પોતે પોતાની ધતિંગ લીલા બંધ કરે છે.
ભૂવાને પીડિતા સાથે સ્નાન કરાવવામાં આવ્યું
વધુમાં પીડિતાએ જણાવ્યું કે, મારા પ્રેમ લગ્ન છે અને લગ્નને એક વર્ષ થયું હતું. ત્યારથી જ સાસરિયા દ્વારા એક ભુવાને રાત્રે ઘરે બોલાવવામાં આવતા હતા. બાદમાં મને પડધરી પાસે આવેલા ભુવાના મંદિરે લઈ જવામાં આવી. બાદમાં સાસરિયા દ્વારા ત્રીજો ભૂવો ગોતવામાં આવ્યો અને ત્યાં રાત્રે 10:00 વાગ્યે તેના ઘરે અમે જતા હતા જે મોરબી રોડ ઉપર રહેતો હતો. તે વખતે તો સાસરિયા દ્વારા મને તે ભૂવા સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ છેલ્લા ભૂઇ મા છે કે, જ્યાં મને દશમ ભરવા માટેનું કહેવામાં આવ્યું. મારા ઘરમાં ઝઘડા બંધ થતા હોય તો તેના માટે પણ હું તૈયાર થઈ હતી. રાત્રે 8 વાગ્યે નાનું બાળક લઇને દશમ ભરવા જતા હતા અને રાત્રે 12 વાગ્યે પરત ફરતા હતા. આજે ભૂઇ માએ રૂ. 7 હજાર માગ્યા, હું ઘરકામ કરવા જાઉં છું અને પાર્લરમાં પણ કામ કરવા જાવ છું તો પૈસા હું ક્યાંથી કાઢું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.