અમરેલી: એસટી બસ બાઇક સાથે અથડાતા મહિલાનું મોત
એસટી બસના અકસ્માતમાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે મોત

એસટી બસ બાઇક અકસ્માત

એસટી બસ બાઇક અકસ્માત
અમરેલી: લીલીયા નજીક એસટી બસના અકસ્માતમાં બાઇક પર સવાર મહિલાનું મોત
અમરેલી જિલ્લાના લીલીયા નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ‘સલામત સવારી’એસટી અમારીના સૂત્રોને ખોટું સાબિત થતું જોવા મળી રહ્યું છે. એસટી બસે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર દંપતી ઘટના સ્થળે જ ફગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
મહિલા અને તેમના પતિ ગઢડા ગામના રહેવાસી હતા અને બાઇક પર જઇ રહ્યા હતા. એસટી બસની ટક્કરે બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે બાઇક પાછળ બેઠેલી જાનવીબેન મંગાણીનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થયા અને લીલીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને વધુ તપાસ હાથ ધરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.