Ahmedabad માં ગુનેગારો બેફામ, CG રોડ પર દિનદહાડે ₹25 લાખની ઉઠાંતરી...
બેંક બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડીને ગઠિયાઓ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા...

પોશ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતા?

પોશ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતા?
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ ખુલ્લેઆમ ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. શહેરના અત્યંત પોશ અને વ્યસ્ત ગણાતા સી.જી. રોડ પર દિનદહાડે એક સનસનાટીપૂર્ણ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં આંગડિયા પેઢીના એક વેપારીની કારમાંથી 25 લાખ રૂપિયાની રોકડ તફડાવીને ગઠિયા ફરાર થઈ ગયા છે. આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
બેંક બહારથી જ 25 લાખની ઉઠાંતરી...
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈશ્વર સોમા આંગડિયા પેઢીના વેપારી અમિત દોંગા પોતાની કારમાં 25 લાખ રૂપિયાની રોકડ લઈને નીકળ્યા હતા. બેંકના કામ અર્થે તેઓએ પોતાની કાર બહાર પાર્ક કરી અને બેંકમાં ગયા. આ તકનો લાભ ઉઠાવીને અજાણ્યા ગઠિયાઓએ ક્ષણાર્ધમાં તેમની કારના કાચ તોડ્યા અને અંદર પડેલી 25 લાખ રૂપિયાની રોકડ લઈને પવનવેગે ફરાર થઈ ગયા. આ ઘટના દર્શાવે છે કે ગુનેગારો કેટલી ચાલાકી અને સમયબદ્ધતાથી પોતાનો ગુનો પાર પાડી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : કાયદો મજાક બન્યો? ખોખરા પોલીસ સ્ટેશન સામે જ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા...
પોલીસની નિષ્ક્રિયતા?
સી.જી. રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં, જ્યાં દિવસભર લોકોની અવરજવર રહે છે અને પોલીસ પેટ્રોલિંગ પણ થતું હોય છે, ત્યાં આવી મોટી ચોરી થવી એ ચિંતાજનક બાબત છે. આ ઘટના પોલીસની નિષ્ક્રિયતા અને ગુનેગારોને છૂટો દોર મળતો હોવાનું સ્પષ્ટપણે સૂચવે છે. વેપારી અમિત દોંગાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલી રકમ પરત મેળવવા માટે ત્વરિત કાર્યવાહી કરવી અનિવાર્ય છે. શહેરમાં વધી રહેલા આવા ગુનાખોરીના બનાવોને રોકવા માટે પોલીસે વધુ સક્રિય બનવું પડશે અને કડક પગલાં લેવા પડશે. નહીંતર, અમદાવાદ (Ahmedabad)ની શાંતિ અને સુરક્ષા છીનવાઈ જશે અને નાગરિકોમાં ભયનો માહોલ વ્યાપી જશે.
આ પણ વાંચો : Surat : અડાજણમાં ખુલ્લેઆમ દાદાગીરી, બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે યુવકને અધમૂવો કરાયો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.