Ahmedabad : ઇન્દિરા બ્રિજ નીચે મળેલી લાશનો ભેદ ઉકેલાયો, પૈસાની લેતીદેતીમાં કરી હત્યા
અમદાવાદ LCBએ ઇન્દિરા બ્રિજ નીચેથી મળેલી અજાણ્યા શખ્સની લાશનો ભેદ ઉકેલ્યો છે. પૈસાની લેતીદેતીમાં આકાશ પવારની હત્યા...

લેણદેણની લોહિયાળ રમત...

લેણદેણની લોહિયાળ રમત...
અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઇન્દિરા બ્રિજ નીચેથી માળી આવેલા પાર્સલમાં પેક કરેલી અજાણ્યા શખ્સની લાશના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. પોલીસે આ મામલે તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ હત્યા પૈસાની લેતીદેતીના કારણે કરવામાં આવી હતી. આરોપી હિતેશ સંઘવીએ આકાશ પાવર નામના વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે આકાશના મૃતદેહને સફેદ કંતાનમાં પેક કર્યો અને પછી તેને કારમાં લઇ જઈને સાબરમતી નદીમાં ફેંકી દીધો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક આકાશ પવારે આરોપી હિતેશ સંઘવીને અમુક રકમ ઉધાર આપી હતી. હિતેશ લાંબા સમયથી તે પૈસા પાછા આપવામાં આનાકાની કરી રહ્યો હતો, જેના કારણે આકાશ વારંવાર તેની પાસે પૈસા પરત માંગતો હતો. હિતેશ પાસે પૈસા ન હોવાથી તેણે આકાશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આ ભયાનક કૃત્યને અંજામ આપવા માટે હિતેશે તેના રાજસ્થાનના બાડમેરના ચાર અને બિહારના એક એમ કુલ પાંચ મિત્રોનો સહારો લીધો હતો. આ પાંચેય મિત્રો સાથે મળીને આકાશને એક કોમર્શિયલ કોમ્પલેક્સમાં બોલાવ્યો હતો, જ્યાં આરોપીઓએ તેને બાંધીને ગળું દબાવીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. હત્યામાં મદદ કરવા બદલ હિતેશે તેના આ પાંચ મિત્રોને પૈસા આપવાનું વચન આપ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને સફેદ કંતાનમાં પેક કરી અને કારમાં લઈ જઈને સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી.
LCB એ આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી હિતેશ સંઘવીની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ અન્ય પાંચ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે, જેમના નામ ટીમલેશ ઉકારામ, હિરારામ સાલુરામ, રાવતરામ શંકરલાલ, હેમારામ કોશલારામ અને વિનય હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ટૂંક સમયમાં આ તમામ ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.